Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શહેરામાં માર્ગો પર જોરદાર સુત્રોચાર ;કોંગ્રેસે રેલી કાઢીને રસ્તારોકો કર્યો :કાલોલને હાલોલમાં વિરોધ પ્રદર્શન :કાર્યકરોની અટકાયત

પંચમહાલના શહેરા તેમજ લુણાવાડામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો. જો કે શહેરાના માર્ગો પર સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસે રેલી કાઢી હતી.અને માર્ગો પર બેસી રસ્તા રોકવાના પ્રયત્ન કર્યો હતો.

 કાલોલમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.જો કે કેટલાક કાર્યકરોની પોલીસને ટીંગાટોળી કરવાની ફરજ પડી હતી.પોલીસ અટક કરેલા કાર્યકરોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.

 હાલોલ શહેરને બંધ કરાવવા નીકળેલા 17 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને સુત્રોચ્ચાર કર્યો હતો.અને ટ્રાફિક જામ કરવાની કોશિષ કરી હતી.

(9:08 am IST)