Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બોડેલી તલાટી મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને રોષ વ્યક્ત કર્યો :ટીડીઓને આપ્યું આવેદન

પેન્શન તેમજ કાયમી સળંગ નોકરી બાબતે સરકાર સામે રોષ સાથે કાળીપટ્ટી પહેરી

બોડેલી તલાટી મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કામ કરવામાં આવ્યુ હતું. પેન્શન તેમજ કાયમી સળંગ નોકરી બાબતે સરકાર સામે રોષ વ્યક્ત કરતા ગુજરાત રાજય તલાટી મંડળે આજે કાળી પટ્ટી બાંધીને કામ કર્યુ હતું. તલાટીઓએ પોતાની પડતર માગણીઓને લઈને બોડેલી ટી.ડી.ઓને આવેદન આપ્યું હતુ.

(7:56 pm IST)