Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સુરતનાં ઉકાઇ ડેમમાથી સવા બે લાખ કયુસેક પાણી છોડાયું : પાણીના નિકાલ માટે ડીવોટરીગ પંપ શરુ કરાયા

સુરતમાં તાપી નદીની જળસપાટીમા વઘારો નોંધાયો : સુરત મહાનગરપાલિકાએ બે ફલડગેટ બંધ કરી દીઘા

સુરત તા.11 : ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી ફરી ભારે વરસાદને પગલે હથનુર  અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. ઉકાઈ ડેમમાં આજે 2.22 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 12 દરવાજા ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યભરમાં મેઘરાજા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મનમુકીને વરસી રહ્યા છે. તો ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા કેટલીક નદીઓની જળસપાટીમાં ભરપુર વધારો થયો છે, જેના કારણે નદી નજીકના વિસ્તારો પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં પણ રેવાનગર વસાહતના લોકો પાણી ભરાઈ જવાના કારણે હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ઉકાઇ ડેમમાથી સવા બે લાખ કયુસેક પાણી છોડવામાં આવતા સુરતમાં તાપી નદીની જળસપાટીમા વઘારો નોઘાયો છે. નદીનું પાણી શહેરમાં ન પ્રવેશે એ માટે સુરત મહાનગરપાલિકાએ બે ફલડગેટ બંધ કરી દીઘા છે. રાંદેરમા હનુમાન ટેકરી ફલડ ગેટ અને મકકાઇ પુલ ફલડ ગેટ બંધ કરી પાણીના નિકાલ માટે ડીવોટરીગ પંપ શરુ કરવામા આવ્યા છે. નદી કિનારે આવેલી રેવાનગર વસાહતમાં પાણી ઘુસતા ૬૦ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું છે.

 

(8:28 pm IST)