Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અમદાવાદ:ચેડોળા તળાવ નજીક પાડોશમાં રહેતા શખ્સે યુવકને અગમ્ય કારણોસર માર મારી તેમની માતા-પત્ની પર પણ જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

અમદાવાદ: ચેડોળા તળાવ પાસે રહેતો યુવક ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે પરિવાર સાથે ઘરે જતો હતો, આ સમયે પડોશમાં રહેતા શખ્સે કોઇ કારણ વગર તેને  રોક્યો હતો અને તને બહુ ચરબી ચઢી છે તેમ કહીને યુવકને માર માર્યા બાદ તેની પત્ની અને માતાને પણ માર્યા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ કેસની વિગત એવી છે કે ચંડાળા તળાવ પાસે નબાવનગર બસીર કિરાણા સ્ટોર્સ પાસે રહેતા મોહંમદરહિશ મોહંમદહુસેન મીરાસી (ઉ.વ.૨૨)એ નવાબનગરવીના ઢાળ પાસે રહેતા શાહરુખ ઉર્ફે હડ્ડા ઇસ્માઇલભાઇ મીરાસી સામે ફરિયાદ નાંેધાવી છે કે ફરિયાદી યુવક  પરિવાર સાથે ખાનપુર ખાતે તાજિયા તાઢા કરીને ઘરે પરત જતો હતો, આ સમયે આરોપીએ નવાબનગર ઢાળ પાસેથી પસાર થતો હતો જ્યાં ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે આરોપીએ બુમ પાડીને યુવકને કહ્યું કે તને તને બહુ ચરબી ચઢી છે તેમ કહીને યુવકને લાફો મારીને નીચે પાડીને માર માર્યા હતા. આ સમયે તેને બચાવવા માટે માતા અને પત્ની વચ્ચે પડતાં તેઓને પણ માર માર્યો હતો બુમાબુમ થતાં લોકો એકઠા થતાં આરોપીએ જતા જતા ધમકી આપી હતી કે હવે પછી તું મને ક્યાંય જોવા મળીશ તો તેને જાનથી મારી નાંખીશ.

(6:36 pm IST)