Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અમદાવાદના જશોદાનગરમાં બે દિવસમાં પડોશી યુવકે માનસિક અસ્થિર યુવતીના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરતા પોલીસે ફરિયાદના આધારે નરાધમની ધરપકડ કરી

અમદાવાદ: જશોદાનગરમાં બે દિવસમાં પડોશી દ્વારા દુષ્કર્મનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં પડોશી યુવક દ્વારા હવસખોરીની હદ હટાવવામાં આવી હતી. માનસિકરીતે અસ્થિર યુવતી ઘરમાં એકલી હતી ત્યારે પાણી પીવાના બહાને યુવક ઘરમાં ઘૂસ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરીને માનસિક બિમાર યુવતી સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે જશોદાનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી શ્રમજીવી મહિલાએ પડોશમાં રહેતા  યુવક સામે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે પતિ-પત્ની નોકરીએ ગયા હતા અને તેમના ઘરે ૨૦ વર્ષની માનસિકરીતે અસ્થિર યુવતી હાજર હતી, જ્યાં બપોરે પડોશમાં રહેતો યુવક પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો અને મકાનનો દરવાજો અંદરથી બંધ કરીને યુવતી સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની જાણ થતાં પડોશીઓેએ મકાનનો દરવાજો ખોલીને આરોપીને પકડી પાડયો હતો અને અંદર જઇને જોયું તો માનસિક બિમાર યુવતી નિર્વસ્ત્ર હાલતમાં હતી પડોશીએ ફોન કરીને યુવતીના માતા-પિતાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ બોલાવીને આરોપીને સુપરત કર્યો હતોે. બે  દિવસ પહેલા બનલા  બનાવમાં  જશોદાનગરમાં પડોશમાં રહેતો શખ્સ  સગીર વયની દિકરીને એક મહિનાથી ફોન કરીને પરેશાન કરતો હતો. દરમિયાન  ફરિયાદી   મહિલા  સવારથી મજૂરી કામે નારોલ વિસ્તારમાં  ગઇ હતી દરમિયાન ઘરે બે બહેનો એકલી હાજર હતી. જ્યાં બપોરે પડોશમાં રહેતા યુવકે તેમની પુત્રીને ઘરે બોલાવી હતી અને  સગીરા પડોશીના ઘરે ગઇ ત્યારે વિકૃત માનસિકતા ધરાવતા યુવકે સગીરા સાથે બળજબરી પૂર્વક તેણીનીસાથે દુષ્કર્મ આચર્યું હતું. 

(6:36 pm IST)