Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નરેન્‍દ્રભાઈ અમદાવાદ રિવરફ્રન્‍ટના ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરશે

મેલ્‍ટીલેવલ પાર્કિંગ, બ્રિજ પર બેસવા માટે વ્‍યવસ્‍થા,ખાણીપીણીનો સ્‍ટોલ તથા આર્ટ કલ્‍ચર ગેલેરીનું પણ નિર્માણ : ઓગષ્ટના અંતમાં કે સપ્‍ટેમ્‍બરની શરૂઆતમાં કાર્યક્રમ યોજાશે

અમદાવાદ તા. ૧૧ : સરકાર મહાનગરોના વિકાસ માટે ખુબ ધ્‍યાન આપી રહી છે. તેમાં પણ અમદાવાદને સ્‍માર્ટ સિટી બનાવવા માટે મેટ્રોથી લઈને બુલેટ ટ્રેન સુધીની કામગીરી ચાલી રહી છે. ચૂંટણી નજીક આવી રહી હોવાથી વિકાસના કાર્યોએ તેજ રફતાર પકડી છે. ત્‍યારે અમદાવાદનું નવુ નજરાણુ લોકો સમક્ષ ખુલ્લુ મુકાશે. ૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ ક્‍યારે થાય તેની રાહ જોવાઇ રહી હતી જે હવે ટૂંક સમયમાં જ પુરી થશે.અમદાવાદ શહેરની મધ્‍યમાંથી પસાર થતી સાબરમતી નદીના બંને કાંઠે મ્‍યુનિ. સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્‍ય રિવરફ્રન્‍ટ બનાવાયો છે. આ રિવરફ્રન્‍ટની નયનરમ્‍યતામાં વૃદ્ધિ કરવા તંત્રએ નદીના પヘમિ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો આકર્ષક ફૂટ ઓવરબ્રિજ તૈયાર કર્યો છે. જેનું પીએમ મોદીના હસ્‍તે ઉદ્‍ઘાટન કરવામાં આવશે. આઙ્ઘગષ્ટના અંતમાં કે સપ્‍ટેમ્‍બરની શરૂઆતમાં ઉદ્‍ઘાટન કાર્યક્રમ યોજાશે.ᅠબ્રિજની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો બ્રિજ પર પ્‍લાન્‍ટર તથા સ્‍ટેઇનલેસ સ્‍ટીલ અને ગ્‍લાસની રેલિંગ લગાવવામાં આવી છે. આ સિવાય બ્રિજ પર ચંપો, લોન અને ગ્રાસનું પ્‍લાન્‍ટેશન કરાયું છે અને વચ્‍ચેના ભાગે પતંગ આકારના સ્‍કલ્‍પચર તેમજ ૧૦ મીટરથી ૧૪ મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્‍ક અને બેઠક વ્‍યવસ્‍થા, તેમજ ફૂટ ઓવરબ્રિજ પર વચ્‍ચેના ભાગે વુડન ફલોરીગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરીંગ લગાવાયું છે.ᅠતો રાત્રીના જગમગાટ માટે કલર ચેન્‍જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ લગાવાઈ છે. આમ આ બ્રિજનો રાત્રીનો નજારો ખુબ આકર્ષક હશે. આ બ્રિજની લંબાઇ ૩૦૦ મીટર છે.બ્રિજ બનાવવા માટે ૨૬૦૦ મેટ્રીક સ્‍ટીલનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. આશરે ૭૫ કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે. ખાણીપીણીનો સ્‍ટોલ ઉભો કરવામાં આવશે આ ઉપરાંત બ્રિજ પર આર્ટ કલ્‍ચર ગેલેરી પણ ઉભી કરાશે.ᅠᅠઅહીં આવનાર મુલાકાતીઓને પાર્કિંગની પ્રોબ્‍લેમ ન થાય તે માટે બ્રિજના પશ્ચિમ અને પૂર્વ છેડે મેલ્‍ટીલેવલ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રિજ પર બેસવા માટેની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.પદયાત્રીઓ, સાઇક્‍લિસ્‍ટોના આવન-જાવનની વ્‍યવસ્‍થા કરી શકે તેવી પણ વ્‍યવસ્‍થા કરાઇ છે.ᅠ

 ફૂટ ઓવરબ્રિજમાં પણ તંત્ર પ્રવેશ ફી રાખશે. તેની સાથે અંદર પ્રવેશ્‍યા બાદ બીજા છેડેથી ચોક્કસ સમયમર્યાદામાં નાગરિકોએ બહાર નીકળવું પડશે એટલે કે ત્‍યાંના બાંકડા પર બેસવાના કલાકો નક્કી કરાશે.

(4:14 pm IST)