Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

આઈટીસી હોટેલ્‍સ દ્વારા આઈટીસી નર્મદાની સાથે તેની ૧૨મી પ્રોપર્ટીનું ઉદ્‌ઘાટન

ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ઉદ્‌ઘાટનઃ ૧૯ માળની હોટલમાં ૨૯૧ રૂમ સાથે અત્‍યાધુનિક સુવિધા

(કેતન ખત્રી), અમદાવાદઃ આઇટીસી લિમિટેડે ભારતના  પ્રથમ યુનેસ્‍કો વર્લ્‍ડ હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રીમિયમ લક્‍ઝરી હોટલ આઇટીસી નર્મદાના ઉદ્ધાટનની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ  પટેલે આ  પ્રોપર્ટીનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આઇટીસી નર્મદા એ ગુજરાતની પ્રથમ એલઈઈડી પ્‍લેટિનમથી પ્રમાણિત હોટલ છે અને તે ભારતમાં આઇટીસી હોટલના વૈભવી કલેક્‍શનની ૧૫મી હોટલ છે. આઇટીસી નર્મદા એ ગુજરાત રાજ્‍યમાં આઇટીસી હોટેલ્‍સની ૧૨મી પ્રોપર્ટી છે.શહેરના ધમધમતા વ્‍યાવસાયિક ક્ષેત્રમાં અત્‍યંત અનુકૂળ સ્‍થળે આવેલ આ હોટલ ૨૯૧ રૂમ, ૧૯ માળ અને ૭૦ મીટરનું ભવ્‍ય માળખું ધરાવે છે, જે સ્‍વદેશી ભવ્‍યતા અને સમકાલીન રચનાની સાથે અમદાવાદના આકાશને આંબતી એક સ્‍થાપત્‍યકીય અજાયબી આઇટીસી લિ.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્‍ટર શ્રી સંજીવ પુરીએ જણાવ્‍યું હતું.

(3:47 pm IST)