Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના

તપાસ પંચ ત્રણ માસમાં રાજ્ય સરકારને સમગ્ર ઘટનાનો અહેવાલ સુપ્રત કરશે:ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશ
       આ અંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ માટે ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્યસચિવ મુકેશ પુરીની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. આ બંને વરિષ્ઠ અધિક મુખ્યસચિવઓએ તેમની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી દીધો છે.
       ગૃહ રાજ્યમંત્રીરીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈ પણ કસૂરવાર છટકી ન જાય, તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર કટિબદ્ધ છે. પરિણામે, સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ અનિવાર્ય છે. જેના અનુસંધાને, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષપદે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની નિમણૂક કરવામાં આવી છે.
       આ તપાસપંચનું હેડક્વાર્ટર અમદાવાદ રહેશે અને પંચે ત્રણ માસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે તેમ વધુમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.

(10:45 pm IST)