Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભરાડા ( ખાબજી) ગામના ખૂન ના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ

જમવાનું બનાવવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા માથાના ભાગે પાવડાથી ઘા મારી હત્યા કરી ફરાર થયેલ આરોપી સુતેલી હાલતમાં ઝડપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ ૯ ઓગસ્ટ ના રોજ ડેડીયાપાડાના ભરાડા ( ખાબજી) ગામે ફરીયાદી ચૈતરભાઇ ખીમજીભાઇ વસાવા પોતાના ઘરમાં જમવાનું બનાવતા હતા તે વખતે ફરીયાદીનો મોટો દિકરો સુનીલ ચૈતરભાઇ વસાવા ( મરનાર ) ફરીયાદીને કહેલ કે તું બરાબર જમવાનું બનાવતો નથી અને મને બાફેલું ખવડાવે છે તેમ કહી ગાળો બોલતો હોય ફરીયાદીના નાના દિકરા ઉમેશભાઇ ચૈતરભાઇ વસાવા એ સુનીલભાઇને કહેલ કે , તું કેમ પિતાજી સાથે ઝઘડો કરે છે તેમ કહી નજીવી બાબતમાં મોટા ભાઇ સુનીલભાઇને માથાના ભાગે પાવડા થી ઉપરા છાપરી બે-ત્રણ ઘા મારી સ્થળ ઉપર મોત નિપજાવી ભાગી ગયેલ જેની દેડીયાપાડા પો.સ્ટે.માં ફરીયાદ દાખલ કરી આગળની તપાસ કરી રહેલ હોય અને ભાગી છૂટેલ આરોપીને તાત્કાલીક ઝડપી પાડવા માટે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધિ. રાજેશ પરમાર એ સુચના આપેલ હોય બાતમીદારો રોકી કામે લગાડતા બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોક્ત ગુનાના કામનો આરોપી- ઉમેશભાઇ ચૈતભાઇ વસાવા સગાઇ ગામના વિસ્તારમાં રાત્રી દરમ્યાન રોકાણ કરેલ છે . જે બાતમી ના આધારે પો.સ.ઇ.એ.આર.ડામોર તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે તાત્કાલીક રાત્રીના સમયે સગાઇ ગામના વિસ્તારમાં આરોપીને પકડી પાડવા માટે સર્ચ ઓપરેશન કરતા આ ગુનાનો આરોપી ઉમેશ ચૈતરભાઇ વસાવા સૂતેલી હાલતમાં મળી આવતા તેને પકડી પાડી દેડીયાપાડા પો.સ્ટે.લાવી પૂછપરછ કરતા તેણે પોતાના મોટા ભાઇ સુનિલને પાવડાથી માથાના ભાગે મારી દેતા સ્થળ ઉપર મોત નિપજાવેલ હોવાની કબૂલાત કરતા આ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરેલ છે .
 

(9:35 pm IST)