Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરોના વાયરસના કારણોસર મહેસાણા જિલ્લામાં શીતળા સાતમાના દિવસે મહિલાઓએ ઘરમાં જ પૂજા અર્ચના કરી

મહેસાણા:કોરોના મહામારીમાં સંક્રમણ ફેલાય તે સારુ કલેક્ટરના જાહેરનામા દ્વારા મેળાઓ રદ કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણા જિલ્લાના જુદા જુદા સ્થળોએ ભરાતા મેળા બંધ રહ્યા હતા. મહેસાણા શહેરમાં સમર્પણ ચોકમાં હનુમાનજી મંદિરે શીતળા માતાજીની પૂજા દર વર્ષે થાય છે. આજે મંદિરને તાળું જોઈ કેટલીક ધાર્મિક મહિલાઓ વિધિ કરવા આવી તે પરત ફરી ઘરે માતાની પૂજા-અર્ચના કરી હતી તેજ રીતે વડનગર, વિસનગર, કડી અને અન્ય સ્થળોના મંદિરો બંધ રહેતા લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચી છે. ખેરાલુના મંદ્રોપુરનો પરંપરાગત ભરાતો મેળો બંધ રહ્યો હતો.

મંદ્રોપુર ખાતે વર્ષોથી ઉજવાતો શીતળા સાતમનો મેળો મોકુફ રહેતા ભક્તોમાં નિરાશા જોવા મળી હતી. મંદિરના તમામ દ્વાર બંધ રખાયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મંદ્રોપુર ગામના તમામ પ્રવેશદ્વારો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ખેરાલુ મામલતદાર દ્વારા સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું હતું. આમ ઈતિહાસમાં સૌ પ્રથમવાર મંદ્રોપુર ખાતે યોજાતો શીતળા સાતમનો મેલો મોકુફ રહેતા ભક્તજનોએ ઘરે રહી માતાજીની પૂજાઅર્ચના કરી હતી.

(6:27 pm IST)