Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

આણંદ જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 18 શખ્સોને ઝડપી પોલીસે 41 હજાર રોકડ જપ્ત કરી

આણંદ:શ્રાવણ માસને લઈ આણંદ જિલ્લામાં ઠેર-ઠેર શ્રાવણિયા જુગારની બદી ફુલીફાલી છે ત્યારે આણંદ પાસેના વિદ્યાનગર અને બોરસદ તાલુકાના દહેવાણ ગામેથી પોલીસે કુલ ૧૮ શખ્શોને અંદાજે ૪૧ હજાર રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 વિદ્યાનગરના મહાદેવ એરીયામાં શ્રાવણિયો જુગાર રમાઈ રહ્યો હોવાની ગુપ્ત બાતમી મળતા વિદ્યાનગર પોલીસની ટીમે મહાદેવ એરીયામાં ઓચિંતો છાપો મારીને જુગાર રમી રહેલ પ્રદીપ ઉર્ફે ગુલીયાભાઈ દેવજીભાઈ મોચી, સતીષ મહેશભાઈ રાણા, જીગર હરીશભાઈ જયસ્વાલ, બિન્દેશ કનુભાઈ પટેલ, કાંતિભાઈ દેવજીભાઈ મોચી, મનીષભાઈ કિશોરભાઈ રાજપૂત, જગદીશભાઈ નરોત્તમભાઈ પટેલ અને તેજસભાઈ રમેશભાઈ માછીને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૃા.૧૬,૧૧૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવની વિગતમાં બોરસદ તાલુકાના દહેવાણ ગામે વિરસદ પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે ગત મધ્યરાત્રિના સુમારે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્શો ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ શખ્શો ફરાર થવામાં સફળ રહ્યા હતા. પકડાયેલ શખ્શોમાં હરીશભાઈ જગદીશભાઈ પરમાર, કમલેશભાઈ કેસરીસિંહ પરમાર, દિનેશભાઈ પૂંજાભાઈ પરમાર, જીતસિંહ સોમાભાઈ પરમાર, ગણપતસિંહ ઉર્ફે પૂંજાભાઈ રામસિંહ ગરાસિયા, ભગુભાઈ હિંમતભાઈ લુહાર, દિપકભાઈ અમરસિંહ પરમાર, હેમુભાઈ કેસરીસિંહ વાઘેલા અને કનુભાઈ ગણપતભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા, એક મોબાઈલ ફોન અને રોકડા રૃા.૨૫,૨૧૦ કબ્જે લઈ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:24 pm IST)