Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરતના વેસુમાં મહિલાને ફોનથી ધમકી આપી પરિવારના સભ્યોને મોતનેઘાટ ઉતારી નાખવાનું કહેનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

સુરત: શહેરના વેસુમાં કેટરીંગના ધંધાના બ્હાને ભાડાના મકાનમાં ડ્રગ્સનો ધંધો કરનારને ત્યાં એસઓજીએ દરોડા પાડી રેમ્બો છરો અને કટાયેલી હાલતમાં તલવાર કબ્જે લીધી હતી. ઘટનામાં પોલીસને બાતમી આપ્યાના વ્હેમમાં પીપલોદની મહિલાને વોઇસ મેસેજ કરી ગાળો આપવા ઉપરાંત પરિવારના તમામનું મર્ડર કરાવવાની ધમકી આપતા મામલો ઉમરા પોલીસ મથકમાં પહોંચ્યો છે.

પીપલોદ પોલીસ લાઇન નજીક સંગીતા એપાર્ટમેન્ટનમાં રહેતી પૂજા મનિષ મોરી (.. 29) ને ગત રોજ મોબાઇલ નં. 8735050993 પરથી રીયા નામે અને 6355770624 પરથી વિપલ ટેલરના નામે વોઇસ મેસેજ આવ્યા હતા. વોઇસ મેસેજમાં બંન્નેએ પોતાની ઓળખ આપવાની સાથે ગાળો આપી હતી અને તે અમારા વિરૂધ્ધમાં અગાઉ પોલીસને જાણ કરી દીધેલ અને અમારા ઉપર પોલીસ કેસ કરાવડાવેલ એટલે હવે હું તારૂ તથા તારા પરિવારનું મર્ડર કરાવી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી પૂજા મોરીએ અંગે તુરંત ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પૂજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મહિના અગાઉ વેસુના ધોળી ફળિયામાં ભાડેથી રહેતા હતા ત્યારે રાત્રી દરમ્યાન 7 વર્ષના પુત્રને દૂધ અને પાણી પીવડાવવા માટે ઉઠવાનું થતું હતું. તે દરમ્યાન કેટરીંગના ધંધાના નામે સામે રહેતા વિપલ મનીષ ટેલરના ઘરની લાઇટ મોડી રાત સુધી ચાલુ રહેવા ઉપરાંત અવાજ પણ આવતો હતો તથા રાત્રે એક કારમાં આવનાર વ્યક્તિને સફેદ કલરની પાઉડર વાળી પડીકી આપતા જોયો હતો. જેથી કંઇક ખોટુ થઇ રહ્યાની શંકા જતા સોસાયટીની મહિલાઓને બાબતથી વાકેફ કરી સામુહિક રીતે વિપલ ટેલર ડ્રગ્સનો ધંધો કરતો હોવાની માહિતી પોલીસને આપી હતી. જેથી પોલીસે વિપલને ત્યાં દરોડા પાડયા હતા પણ પોલીસને કોઇ પણ પ્રકારના માદક પદાર્થ મળ્યા હતા. પરંતુ રેમ્બો છરો અને કટાયેલી હાલતમાં બે તલવાર મળી હતી જેથી પોલીસે વિપલ ટેલર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાબતની અદાવતમાં રીયા અને વિપલ ટેલરે વોઇસ મેસેજ મોકલાવી પરિવારના તમામ સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:23 pm IST)