Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વડોદરાના સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાં વહેલી સવારે ડૂબી રહેલ યુવકને લોકોએ મગરોથી બચાવ્યો

વડોદરા:સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાં આજે સવારે ડૂબી રહેલા એક યુવકને લોકોએ મગરોથી બચાવ્યો હતો.

સંજય નગરમાં રહેતો  ધર્મેન્દ્ર નામનો યુવક આજે સવારે નોકરી પરથી પરત આવી રહ્યો હતો ત્યારે સમા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પડયો હતો. યુવક કેવી રીતે નદીમાં પડયો તે વિશે હજી કોઇ વિગતો બહાર આવી નથી.પરંતુ તેે ઉંડા પાણી તરફ જઇ રહ્યો હોવાથી અને ડૂબકીઓ ખાઈ રહ્યો હોવાથી લોકો ભેગા થઇ ગયા હતા.મળતી માહિતી મુજબ, વિસ્તારમાં મગરોની હાજરી હોય છે જેના કારણે તેને મગરથી બચાવવા માટે કેટલાક લોકોએ નદીમાં પથ્થરો પણ ફેંર્ક્યા હતા.જ્યારે,બીજીતરફ ફાયર બ્રિગેડને પણ જાણ કરાઇ હતી.ફાયર બ્રિગેડના જવાનોએ  ગભરાઇ ગયેલા યુવકની નજીક જવા માટે અહીં મગરો છે,બચવું હોય તો આગળ જતો નહીં..તેમ કહી તેને વાતમાં પરોવ્યો હતો અને દરમિયાન તેની નજીક જઇ બચાવી લીધો હતો.

(6:20 pm IST)