Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજયમાં ડિફેન્સના નવા નવા ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો રાજય સરકારનો નિર્ધાર યુવાનોમાં રહેલ સ્કીલને સાચી દિશા આપીને ડિફેન્સ ક્ષેત્રે ઇનોવેશન કરવા ગુજરાતનો નવતર અભિગમ - શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

આત્મનિર્ભર ભારતમિશન અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે નવા-નવા ઇનોવેશન દ્વારા ગુજરાતના યુવાઓ રાષ્ટ્રને નવો રાહ ચીંધશે ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર ખાતે માઈન્ડ ટુ માર્કેટ-ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ સંદર્ભે આયોજીત વેબીનારમાં સહભાગી થતા મંત્રીશ્રીઓ

ગાંધીનગર તા. ૧૧ : રાજયમાં ડિફેન્સના નવા નવા ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી આજે શિક્ષણ વિભાગના ઉપક્રમે આઇ-હબ માઈન્ડ ટુ માર્કેટ-ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ વિષયે વેબીનાર યોજાયો જેમાં શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહભાગી થયા હતા.

વેબીનારમાં શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, યુવાનોમાં રહેલ સ્કિલને સાચી દિશા આપીને ડિફેન્સ ક્ષેત્રે ઇનોવેશન કરવા ગુજરાતનો નવતર અભિગમ છે. વિશ્વમાં સૌથી વધુ ભારત પાસે યુવાધન છે ત્યારે, સંરક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપથી રાષ્ટ્રની સુરક્ષા વધુ સદ્યન બનાવવામાં યુવાઓનું યોગદાન અમૂલ્ય પુરવાર થશે.

મંત્રી શ્રી ચુડાસમાએ ઉમેર્યું હતું કે, આજે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીની હોડ છે ત્યારે, રાષ્ટ્રની સુરક્ષા આધુનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા વધુ સદ્યન બને અને આધુનિક ટેકનોલોજી સુરક્ષાની દ્રષ્ટિએ સ્વદેશી હોય તે પણ તેટલું આવશ્યક છે. વૈશ્વિક કોરોના મહામારીના સમયે ગુજરાતના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરી આપત્ત્િને અવસરમાં બદલી ગુજરાતને આત્મનિર્ભર ભારતની દિશામાં આગવું સ્થાન અપાવશે તેઓ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ભારતમાં હાલ સંરક્ષણ સંબંધિત ઉત્પાદન માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત વિવિધ સંસ્થાઓ ઉત્પાદનની કામગીરી કરે છે ઉપરાંત મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ સંરક્ષણ સંબંધિત સાધનોના ઉત્પાદન માટે છૂટ આપવામાં આવી છે. આજે ગુજરાતે ઔધોગિક ક્ષેત્રે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજયમાં ધોલેરા, દહેજ, સાણંદ જેવા સ્થળોએ સંરક્ષણ ક્ષેત્ર સબંધિત ઉદ્યોગો સ્થાપિત કરી શકાય તેમ છે.

આત્મનિર્ભર ભારતલૃમિશન અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે નવા ઇનોવેશન દ્વારા ગુજરાતના યુવાઓ રાષ્ટ્રને નવો રાહ ચીંધશે તેવો વિશ્વાસ વ્યકત કરતા ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, માઈન્ડ ટુ માર્કેટ-ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ થકી આપણું વિદેશી હૂંડિયામણ બચશે, સ્થાનિક ક્ષેત્રે રોજગારીની ઉજ્જવળ તકો સર્જાશે અને યુવા શકિતનું સાચી દિશામાં રોકાણ થશે.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે રાજય સરકારે પોલીસ તંત્ર માટે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેકટ અમલી બનાવી રાજયની કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. સાથે સ્ટાર્ટઅપ થકી વોર-ડિફેન્સ માટે અગત્યની બે બાબતો વેપન અને ઇન્ટેલિજન્સ અત્યાધુનિક બનશે. રાજયમાં આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તૈયાર થઈ રહેલા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપથી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પડાશે, જેના થકી તેઓ સ્કિલ વીથ વીલથકી સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે નવા પડકારો ઝીલી સાચા દિશા નિર્દેશનથી રાષ્ટ્રીય સુરક્ષાને વધુ સઘન બનાવાશે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા હાલમાં વિદેશની સોનાર-રડાર, આર્ટિલરી ગન, એસોલ્ટ રાઈફલ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્રટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, બુલેટ પ્રુફ જેકેટ-હેલ્મેટ, ડ્રોન-એન્ટી ડ્રોન સિસ્ટમ જેવી ૧૦૧ જેટલી સુરક્ષા સંબંધિત સાધન સામગ્રીઓની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતાં રાષ્ટ્રના સ્થાનિક ઉત્પાદકો માટે એક સુવર્ણ તક છે.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, સ્માર્ટ ગુજરાત હેકાથોન અંતર્ગત હવે વિદ્યાર્થીઓ ફેશિયલ રિકગનાઇજેશન, ફોરેંસીક ટુલ કીટ, ક્રિમિનલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમના આધારે લોકેશન તેમજ અલગ અલગ સાયબર ગુનાઓમાં ગુનેગારોને પકડી લેવા તે દિશામાં નવતર સંશોધનો કરીને ગુજરાત પોલીસ અને રાજયની સુરક્ષા માટે મદદરૃપ થઈ શકે તેમ છે.

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ કહ્યું હતું કે, રાજયની સુરક્ષામાં શિક્ષણના નવા અભિગમ દ્વારા આઈ-હબ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, સંશોધકો અને કેટલાક ઇનોવેટર્સ પાસેથી ડિફેન્સને લગતા પ્રશ્નો મેળવીને તેનું સમાધાન આપવાનું કામ કરશે. શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોના તમામ અધિકારીઓ અને તજજ્ઞો ડિફેન્સ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવામાં તેમનું યોગદાન આપશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

વેબીનારમાં હાયર એજયુકેશન કમિશ્નર શ્રી નાગરાજન, ટેકનિકલ શિક્ષણના નિયામક શ્રી જી.ડી પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુ પંડ્યા તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રના અધિકારીઓ અને તજજ્ઞો સહભાગી થયા હતા.

(5:49 pm IST)