Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

નાંદોદ ગરુડેશ્વર તાલુકા ના પુરવઠા સંચાલકોને સમયસર જથ્થો ન મળતા ગ્રાહકો સાથે માથાકૂટ

અધિકારીઓ પરમીટના એડવાન્સ રૂપિયા ભરવા દબાણ કરી ન ભરે તેવા દુકાનદારોને નોટિસની ચીમકી આપતા હોય છે પરંતુ નિગમમાંથી સમયસર જથ્થો મળતો નથી તો એડવાન્સ નો શુ મતલબ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં લગભગ 100 જેટલી સસ્તા અનાજની દુકાનો હોય આ દુકાનના સંચાલકો સરકાર ની કેટલીક પદ્ધતિ થી ઘણા સમય થી હેરાન થઈ રહ્યા છે જેમાં ખાસ કરી ઓનલાઇન માં સર્વર અને નેટવર્કની મોટામાં મોટી તકલીફ બાદ હાલમાં પરમીટ માટેના એડવાન્સ રૂપિયા આપવા છતાં દુકાનદારો ને સમયસર જથ્થો પહોંચતો ન હોવાની ફરિયાદ સંભળાઈ રહી છે.

               એક તરફ એડવાન્સ પૈસા ભર્યા બાદ પણ તંત્ર સમયસર જથ્થો આપતું નથી ત્યારે બીજી તરફ જો એડવાન્સ પૈસા ન ભરે તો સંચાલકો ને નોટિસ આપવાની ચીમકી પણ મળતી હોવાની બુમ ઉઠી હોય ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે.છેલ્લા લગભગ બે મહિના થી સમયસર જથ્થો ન મળતા દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે માથાકૂટ જોવા મળતી હોવાની બાબત સાંભળવા મળી છે માટે લાગતા વળગતા અધિકારીઓ સંચાલકો ને સમયસર જથ્થો પહોંચે તેવું આયોજન કરે તે જરૂરી છે.
             જોકે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નિગમમાં વાહન નો કોન્ટ્રાકટ બદલાતા તેમજ મજૂરો ની પણ તકલીફ ઊભી થતા જથ્થો મોડો પડ્યો હતો પરંતુ હાલ દરેક દુકાનદારો ને જથ્થો સમયસર મળે એવા પ્રયાસ થઈ રહ્યા છે.

(7:10 pm IST)