Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી દેગામાં- ટીચકપુરાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ

દેગામા - રૂપપાડા સહિતનાં ગામનાં લોકોને વ્યારા તરફ આવનજાવનમાં મુશ્કેલી

બારડોલી:તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં વાલોડ તાલુકાનાં દેગામાં અને ટીચકપુરા વચ્ચેથી પસાર થતી નદી ઉપર આવેલ કોઝવે પાણીમાં ગરક થતાં લોકોની અવર જવર બંધ થઈ હતી.

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં વાલોડ તાલુકાનાં દેગામાં અને ટીચકપુરાને જોડતો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. રાત્રિ દરમ્યાન મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. જેથી કોઝવે ઉપર પાણી ફરી વળતાં કોઝવે ઉપર અવર જવર બંધ થઈ હતી. કોઝવે પરથી ધસમસતા પાણીના પ્રવાહને લઈ દેગામા - રૂપપાડા સહિતનાં ગામનાં લોકોને વ્યારા તરફ અવરજવરમાં મુશ્કેલી વધી છે. વરસાદ પડતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ડોલવણ તાલુકામાં પણ મેઘાએ જોરદાર બેટિંગ કરતાં તાલુકામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઈ ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે.

(5:38 pm IST)