Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભુજ-ભચાઉ હાઈવે પર પદ્ધર નજીક જીપે હડફેટે લેતા સિક્યોરિટી ગાર્ડનું કરૂણમોત

સહયોગ હોટલ પાસે પગપાળા જતો હતો, ત્યારે જીપે લીધો

ભુજ - ભચાઉ હાઈવે પર સહયોગ હોટલ પાસે ફેટલ એકસ્માત સર્જાયો હતો, જેમાં મૂળ પંજાબના બલવીરસિંઘ રામસિંઘ સરદાર (ઉ.વ. ૪૮)ને જી.જે. ૧ર બીટી પ૩૧પ નંબરની બોલેરો જીપે
હડફેટમાં લેતાં મોત નિપજયું હતું. હતભાગી ચેકમેટ કંપની મુંદરામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને સહયોગ હોટલ  પાસે પગપાળા જતો હતો, ત્યારે બનાવ બન્યો હતો. હતભાગીને ઘટના બાદ જી.કે. હોસ્પિટલમાં રીફર કરતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(5:36 pm IST)