Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરતમાં કોર્પોરેશનના ડમ્‍પરે હડફેટે લેતા લુમ્‍સના કારખાના સુપરવાઇઝરનું મોતઃ હિટ એન્‍ડ રનનસ ઘટનાથી રોષ

સુરતઃ સુરતમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના કૈલાશ ચોકડી પાસે બનાવ બન્યો છે. હિટ એન્ડ રનની ઘટનામાં એક બળવંત ભાઈ નાયકાનું મોત નિપજ્યું છે. ભાઈ પોતાના ઘરેથી નોકરી કરવા જઈ રહ્યાં હતા ત્યારે ઘટના બની હતી. મૃતક બળવંત ભાઈ લુમ્સના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યાં હતા. તેમને મનપાના ડમ્પરે હડફેટે લીધા છે.

શું છે સમગ્ર ઘટના

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહાનગર પાલિકાના ડમ્પરે એક મોપેડ સવાર ભાઈને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત થયું છે. મૃતક ભાઈનું નામ બળવંતભાઈ નાયકા છે. તેમની ઉંમર આશરે 50 વર્ષ આસપાસ જણાવવામાં આવી રહી છે. તેઓ નોકરી માટે પોતાના ઘરે જઈ રહ્યાં હતા ત્યારે કૈલાશ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:02 pm IST)