Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વડોદરાની એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં:વધુ એક ડીન વાયરસથી સંક્રમિત

ડિપાર્ટમેન્ટ બંધ કરવાનો નિર્ણય: યુનિવર્સિટીમાં સેનેટાઇઝની કામગીરી

વડોદરા :શહેર અને જિલ્લામાં કોરોના કેસની સંખ્યા વતત વધી રહી છે. આ કોરોનાના ભરડામાં વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી પણ આવી ગઈ છે કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. કોમર્સ ફેકલ્ટીના ના પ્રોફેસર અને કર્મચારી બાદ વધુ એક ડીન કોરોનાથી સંક્રમિત થયા છે. ડીન આરસી પટેલ અને તેમના પરિવારના સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ એન્ડ સપોર્ટ ઓફ એજ્યુકેશનના ડીન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો પરિવાર પણ કોરોનાથી સંક્રમિત થયો છે. એમએસ યુનિવર્સિટીમાં આ કોરોનાનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આ પહેલા એક પ્રોફેસર અને એક કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા હતા. હવે ડીન આર સી પટેલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમને કોરોના આવતા ડિપાર્ટમેન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(1:51 pm IST)