Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દક્ષીણ ગુજરાત પંથકમાં ૧ થી ૬ ઈંચઃ ઉત્તર ગુજરાતમાં ૩ ઈંચ

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં ઝરમર ઝાપટાથી ૧ઈંચ વરસાદઃ રાજયના ૩૨ જીલ્લાના ૧૬૨ તાલુકાઓમાં અનરાધાર વરસાદ

વાપીઃ ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા રાજયના અનેક વિસ્તારોમાં વારા ફરતી વારા મહેર વરસાવી રહ્યા છે. તેમજ નવા પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની જળસપાટીઓમાં પણ સતત વધારો નોંધાય રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૨ જીલ્લાના ૧૬૨ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૧૩૨ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો......

સૌ પ્રથમ ઉત્તર ગુજરાત પંથકને જોઈએ તો પાટણ જીલ્લાના તાલુકાઓમાં પાટણ ૧૫ મીમી, રાધનપુર ૧૯ મીમી, સરસ્વતી ૫૬ મીમી અને સિદ્ઘપુર ૫૩ મીમી વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ ૬૦ મીમી, દાંતા ૭૪ મીમી, દાંતીવાડા ૫૯ મીમી, ડીસા ૧૯ મીમી, ધાનેરા ૨૭ મીમી, લખાની ૧૫ મીમી, પાલનપુર ૩૫ મીમી, થરાદ ૨૦ મીમી, વડગામ ૧૫ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં ઊંઝા ૧૫ મીમી અને વિજાપુર ૨૭ મીમી વરસાદ નોંધાયો છે. તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૩૮ મીમી, પોસીના ૪૯ મીમી, પ્રાંતિજ ૩૩ મીમી, વડાલી ૨૦ મીમી અને વિજયનગર ૨૯ મીમી વરસાદ નોંધાયો છે. જયારે અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાયડ ૩૪ મીમી,ધનસુરા૧૭ મીમી, માલપુર ૨૭ મીમી વરસાદ નોંધાયો છે અને ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં કલોલ ૧૩ મીમી અને માણસા ૪૦ મીમી વારસદ નોંધાયો છે.

જયારે મધ્ય-પૂર્વ ગુજરાત પંથક તરફ જોઈએ તો ખેડા જીલ્લા ના તાલુકાઓ માં કપડવંજ ૨૬ મીમી, કઠલાલ ૨૧ મીમી વરસાદ નોંધાયો છે તો વડોદરા જીલ્લાના દેસરમાં ૨૫ મીમી અને મહીસાગર જીલ્લાના બાલાસિનોર માં ૨૧ મીમી વરસાદ નોંધાયો છે.

દક્ષીણ ગુજરાત પંથકને જોઈએ તો અહી નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૬૫ મીમી,નાંદોદ ૨૧ મીમી, સાગબારા ૧૭ મીમી અને તિલકવાડા ૧૫ મીમી વરસાદ નોંધાયો છે સાથે તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર ૧૮ મીમી, ઉચ્ચલ ૩૦ મીમી,વાલોડ ૪૪ મીમી, વ્યારા ૩૦ મીમી, ડોલવણ ૧૩૨ મીમી અને કુકરમુંડા ૨૮ મીમી વરસાદ નોંધાયો છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૨૨ મીમી, ચોર્યાસી ૩૫ મીમી, મહુવા ૫૯ મીમી, માંગરોળ ૨૦ મીમી, પલસાણા ૩૩ મીમી, ઉમરપાડા ૮૧ મીમી તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ૪૦ મીમી,જલાલપોર ૧૮ મીમી, ખેરગામ ૨૨ મીમી, નવસારી ૧૯ મીમી અને વાંસદા ૫૪ મીમી વરસાદ નોંધાયો છે.

વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૮ મીમી, પારડી ૩૦ મીમી, ઉમરગામ ૨૭ મીમી વરસાદ નોંધાયો છે અને ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૩૮ મીમી, સુબીર ૩૬ મીમી અને વઘઈ ૪૯ મીમી વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી ૩૨૯.૬૪ ફૂટે પોહોચી છે. ડેમમાં ૨૬,૩૯૨ કયુસેક પાણીનો ઇન્ફ્લો સામે ૨૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે ચોમાસાના સીઝનમાં સુરત પંથકનો કોઝવે પ્રથમ વખત ઓવરફલો થયો છે આજે સવારે ૮ કલાકે કોઝવેની જળસપાટી ૬.૫૧ મીટરે પોહોંચતા તાપી માતાનું અનેંરૂ સ્વરૂપ જોવા મળ્યું છે.

આ ઉપરાંત દક્ષીણ ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુબન બંધની જળસપાટી જોઈએ તો આજે સવારે ૯ કલાકે ૭૮.૩૦ મીટરે પોહોંચી છે ડેમમાં ૬૮.૭૭ કયુસેક પાણીના ઇન્ફ્લો સામે ૯૫૪ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.

 આ લખાઈ રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૧૦ કલાકે મેઘરાજા સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં હેત વરસાવી રહ્યા છે.

(12:51 pm IST)