Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

આખુ સપ્તાહ ગુજરાતભરમાં સારો વરસાદ સંભવઃ ૧૪ થી ૧૬ વધુ સંભાવના

બે સિસ્ટમ્સ અસર કરશેઃ ૧૩મીએ વધુ એક લો- પ્રેસર બનશે

નવી દિલ્હીઃ ગુજરાતમાં ૧ જુન થી ૧૦ ઓગષ્ટ સુધીમાં ૪૫૦  ૨ મી.મી. વરસાદ પડયો છે. જે નોર્મલ આસપાસ છે. એટલે કે જેટલો વરસાદ પડવો જોઈએ તેટલો વરસી ગયો છે. જયારે ગુજરાતના પૂર્વભાગોમાં હજુ પણ ૧૪ ટકાનો ઘટાડો જોવા મળે છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં ૫૫ ટકા વરસાદ પડી ગયો છે અને છેલ્લામ ૨૪ કલાક દરમ્યાન ખાસ કરીને ગુજરાત બાજુ સારો વરસાદ પડયો છે.

બનાસકાંઠા, મહેસાણા, પાટણા, સાબરકાંઠામાં ગઈકાલની જેમ આજે પણ સારા વરસાદનું અનુમાન છે.

સ્કાયમેટ જણાવે છે કે આ સપ્તાહ વરસાદ માટે સમગ્ર ગુજરાતમાં સારો રહેવાનો છે. એક લો- પ્રેસર નોર્થ- ઈસ્ટ એમ.પી.માં બનેલું છે. બીજુ લો- પ્રેસર નોર્થ- વેસ્ટ અરબી સમુદ્રમાં છે અને  ૧૩મી આસપાસ ઓડીસ્સા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે વધુ એક લો- પ્રેસર બનશે. જેની અસરથી ગુજરાતમાં ચોમાસુ એકટીવ બની જશે.

(11:53 am IST)