Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

નશા ખોરે પોલીસને ધંધે લગાડી:' હું વિકાસ રાય બોલું છું ' દેવેન્દ્ર તિવારીનું વાપીથી અપહરણ કરી ખૂન કરવાનો છું '

વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમને ફોન આવતા પોલીસ દોડતી થઈ , નશા ખોર નો પોલીસે કાયદાથી નશો ઉતાર્યો , નશા ખોર નશામાં ભાન ભૂલ્યો ગયો જેલવાસ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : હું વિકાસ રાય બોલું છું.દેવેન્દ્ર તિવારીનું  વાપીથી અપહરણ કરી બોમ્બે લઈ જઈ ખૂન કરવાનો છું. ગુજરાત પોલીસને ચેલેન્જ છે. એવો વલસાડ પોલીસ કંટ્રોલને ફોન મળતા પોલીસ દોડતી થઇ હતી.પોલીસ તપાસમાં ફોનથી ખોટી માહિતી આપનાર નશાબાજ યુવાન નીકળતા તેની અટક કરી હતી.

  વલસાડ પોલીસ કંટ્રોલને રવિવારે મોબાઇલ નંબર 8238457942 પરથી એક કોલ આવ્યો હતો. કોલ કરનાર શખ્સે  હું વિકાસ રાય બોલું છું દેવેન્દ્ર તિવારીનું વાપીથી અપહરણ કરી તેને બોમ્બે લઈ જઈ ખૂન કરવાનું છું. એમ જણાવ્યું હતું જેને પગલે વલસાડ પોલીસ કંટ્રોલ વાપી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ હરકતમાં આવી ફોન કરનાર સુધી પહોંચવા મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી.

  પોલીસે ફોન કરનાર લોકેશન ટ્રેસ કરતા વાપી  શાકભાજી માર્કેટમાં ફોન કરનાર ગગન રાજેન્દ્ર તિવારી ઉમર ૨૧ રહે કબ્રસ્તાન રોડ વાપીને પકડી પાડ્યો હતો. ગગન નશામાં ધૂત  હોવાથી વ્યવસ્થિત બોલી શકતો પણ ન હતો. આરોપીએ નશાની  હાલતમાં વલસાડ પોલીસ કંટ્રોલને ખોટી માહિતી આપી ગુમરાહ કરવાનો પ્રયાસ કરતાં તેની ધરપકડ કરી ગુનો દાખલ કરાયો હતો

(9:57 am IST)