Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

અંકલેશ્વરની ચાર લાખની લૂંટનો ભેદ ઉકેલતી ભરૂચ પોલીસ સરનામું પૂછવાના બહાને લૂંટ કરીને ફરર આરોપી ઝડપાયો

અંકલેશ્વરમાં ચાર લાખની થયેલ લૂંટનો ભેદ ભરૂચ પોલીસે ઉકેલી લીધો છે મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  ગત તા. ૦૮/૦૮/૨૦૧૯ ના રોજ અંદાડા ગામે છાપરા પાટિયા પાસે આવેલ “શ્રીજી ટેલિકોમ” ની ઓફીસ માં નોકરી કરતા ફરીયાદી ઉમેશભાઈ બલીરામ શાહ અંકલેશ્વર વિસ્તારમાં આવેલ અલગ અલગ મોબાઈલનું દુકાનો પરથી મની એક્સચેન્જ નું  ૪,૧૬,૩૦૦/નું કલેકશન કરી બપોર ના અઢી વાગ્યા ની આસપાસ પોતાની એકટીવા સ્કુટર લઈ ને ને.હા. ૪૮ થી વાઘી રોડ પર થઈ અંદાડા તરફ જતા હતા દરમ્યાન તુલસીનગર પાસે રોડ પર એક યુનિકોન બાઈક પર ત્રણ ઈસમોએ આવી ફરિયાદીની એક્ટિવા રોકી હિન્દીમાં સરનામું પૂછવાનું બહાનું કરી ફરીયાદી પાસેથી રોકડા રૂપિયાનો થેલો ઝૂંટવી લૂંટ કરી નાસી ગયેલ જે બાબતે અંકલેશ્વર શહેર પો.સ્ટે. માં ગુનો દાખલ થયેલ હતો

(6:04 pm IST)