Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ઉકાઇમાંથી પાણી છોડાતા તાપી રૌદ્ર સ્વરૃપે

સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઇ ડેમના ઉપરવાસ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના પગલે  ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ છે. ગઇકાલ સાંજથી  જ વહીવટતંત્રએ  સુરત શહેરને પુરની સંભવિત અસરથી બચાવવા માટે ડેમમાંથી ૭પ હજાર કયુસેક પાણી તાપીમાં છોડવાની શરૃઆત કરી હતી.  મોડી રાતથી વધારીને અત્યાર સુધીમાં ૧.૮૯ લાખ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. જેના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદીએ રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યુ હતુ.  તાપી નદીમાં પાણીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા.

શહેરના ફલડ ગેટ બંધ કરાતા શહેરનાં કાદરશાહની નાળ, વેડ રોડ, કતારગામ દરવાજા, જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલ, અડાજણ સહિતના વિસ્તારમાંથી ૩રપ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. ઉકાઇ ડેમમાંથી સાડા ચાર લાખ કયુસેક પાણીની આવક સામે ડેમમાંથી હાલમાં ૧.૮૯ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.

(1:42 pm IST)