Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

રાત્રે 1-30 વાગ્યે નર્મદા ડેમના 28 દરવાજા ફરીવાર ખોલાશે : જળસપાટી 131,32 મીટરે પહોંચી:પાણીની જોરદાર આવક

નીચાળવાળા વિસ્તારોને સાવચેત કરાયા :કેવડિયાનો ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ કરાયો

 

નર્મદા ;ઉપરવાસની જોરદાર આવક અને ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં જબરો વધારો થઇ રહયો છે જેને પગલે રાત્રે 1-30 વાગ્યે નર્મદા ડેમના 28 દરવાજા ફરીવાર ખોલવામાં આવશે હાલ ડેમમાં પાણીની સપાટી 131.32 મીટરે છે. જો કે સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે રાતે 1.30 કલાકે ડેમના 28 દરવાજા ખોલવાની ફરજ પડી છે .

  મળતી વિગત મુજબ આજે . શનિવારે 11 વાગ્યે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા,ત્યારે  કે ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ફરી ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

   આજે શનિવારે રાતે 1:30 વાગ્યે નર્મદા ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે, હાલ ડેમમાં જળસપાટી 131.32 મીટર છેઉપરવાસમાં ભારે વરસાદને કારણે  ડેમમાં 4 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.ત્યારે  નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. તો કેવડિયાનો ગોરા બ્રિઝ ફરી રાહદારીઓ માટે બંધ કરાયો છે

(10:56 pm IST)