Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

બનાસકાંઠાના થરાદ મીઠા હાઇવે પર LPG ગેસ ટેન્કર પલટી મારી ગયું:હાઇવે બ્લોક કરાયો:વાહનો અટવાયા

ગાંધીનગરની ટીમ સહિત નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

 

બનાસકાંઠાના થરાદ મીઠા હાઇવે પર એલપીજી ગેસ ટેન્કર પલ્ટી ખાઈ ગયું છે મળતી વિગત મુજબ ટેન્કર પલ્ટી મારી ગયાની જાણ થતા ગાંધીનગરની ટીમ સહિત નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

   મળતી વિગત મુજબ એચપી કંપનીનું આ ટેન્કર હતું જેનો નંબર GJ 12 BY 2084 છે. ગેસ ભરેલા ટેન્કરને ઊભું કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને તેની તકેદારી પણ રાખવામાં આવી હતી.

   થરાદ-મીઠા હાઇવે બ્લોક થવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ અટવાયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે LPG ગેસ ભરેલું આ ટેન્કર હતી. ગેસનું ટેન્કર હોવાના કારણે પોલીસે સુરક્ષાના ભાગરૂપે થરાદ-મીઠા હાઇવેને બ્લોક  કર્યો હતો.

 

(11:56 pm IST)