Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અમદાવાદમાં હવે પીધેલાઓની ખેર નથી : ટ્રાફિક ડ્રાઇવની સાથે હવે ડ્રંક્સ ડ્રાઇવ

શહેરની 31 જગ્યાએ આ ડ્રાઇવ ચલાવાઈ : મોટી સંખ્યામાં પોલીસ કાફલો કામે લાગ્યો

 

અમદાવાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચલાવી રહી છે. હવે અમદાવાદમાં પોલીસ ડ્રંક્સ ડ્રાઇવ કરશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઇવની સાથે હવે ડ્રંક્સ એન્ડ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે

અમદાવાદ પોલીસે શહેરની 31 જગ્યાએ આ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદના જાણિતા વિસ્તારોમાં આ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.આ ડ્રાઇવ માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કામે લાગ્યો છે. રાત્રે 8 વાગ્યાથી લઇને 12 વાગ્યા સુધી આ ડ્રાઇવ ચાલશે. જેમાં શહેરની અલગ અલગ 31 જગ્યાઓએ પસાર થતા વાહનોને તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે વાહન ચાલકો પાસે, આરસી બુક, લાયસન્સ અને જેવા મહત્વના દસ્તાવેજો છે કે નહીં એ અંગેની પણ તપાસ ચાલી રહી છે. 

   અમદાવાદના ઇશ્કોન ચાર રસ્તા પર ફરજ પર હાજર પોલીસના જણાવ્યા પ્રમાણે ટુવ્હિલર, ફોર વ્હિલર અને રિક્ષા ચાલકોની તપાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી કોઇ પીધેલી હાલતમાં કોઇ પકડાયું નથી.

(11:26 pm IST)