Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સુરતના અડાજણના સરદાર બ્રિજમાં ખામી દેખાતા લોકોમાં રોષ :એપ્રોચ સ્લેબ ફાટી ગયો !!: કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલુ

 

સુરતના અડાજણ વિસ્તારમાં સરદાર બ્રીજમાં ક્ષતિ સામે આવી છે. ખામી સામે આવી છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ રખાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. હાલમાં સરદાર બ્રિજનું એક્સપાન્શનનું કામ ચાલી રહ્યું છે. કામગીરીના સમયે એપ્રોચ સ્લેબ ફાટી ગયો હતો

  એપ્રોચ સ્લેબ ફાટી ગયો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છે.લોકોમાં ચર્ચાતી વિગત મુજબ આ સમગ્ર મામલે ઢાંકપિછોડાની નીતિ અપનાવામાં આવી છે. એપ્રોચના નમી પડેલા ભાગને કંતાનથી ઢાંકી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર સ્થળ પર ફરક્યા ન હતા. એટલે સ્થાનિકોને ક્યાંકને ક્યાંક બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.

(11:15 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST