Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

GCERTના સાત કરોડના કૌભાંડમાં હાઇકોર્ટમાં રિટ

કેગના અહેવાલમાં ઉલ્લેખ કરાયો

અમદાવાદ,તા.૧૧: કેગના રિપોર્ટ પ્રમાણે, જીસીઇઆરટી દ્વારા રૂ.૭.૩૯ કરોડનું પ્રિન્ટીંગ કોન્ટ્રાકટમાં ખોટી રીતે ચૂકવણી કરી કૌભાંડ આચરાયાનો ઉલ્લેખ કરાયો છે ત્યારે આ સમગ્ર મામલે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા અને હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી રોહિત પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, કરોડો રૂપિયાના કૌભાંડ બાદ અને ખુદ હાઇકોર્ટના અગાઉના નિર્દેશો બાદ પણ સરકાર દ્વારા સાચા ગુનેગારોને છાવરવાના પ્રયાસો થઇ રહ્યા છે અને હજુ સુધી આ રકમની રિકવરી સરકારી તિજોરીમાં કરાઇ નથી. તેથી હાઇકોર્ટમાં કરાયેલી પિટિશનમાં કૌભાંડની કરોડો રૂપિયાની રકમની રિકવરી કરવા અને કસૂરવારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા અમે દાદ માંગી છે, જેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

(10:07 pm IST)
  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST