Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ડીસા માર્કેટ યાર્ડના વેપારીનું ૪ શખ્સો દ્વારા અપહરણઃ પ.૨૦ લાખની લૂંટ

ડીસાઃ ડીસા માર્કેટ યાર્ડમાં અપહરણ અને લૂંટનો બનાવ સામે આવ્યો છે. એક વેપારી રોકડ રકમ લઈને માર્કેટ યાર્ડમાંથી બહાર નીકળતો હતો તેની રાહ જોઈ રહેલા આરોપીઓએ ત્યાં તેના પર હુમલો કરી લૂંટ ચલાવી હતી.

આરોપીઓ રૂ.5.20 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. આરોપીઓ કારમાં આવ્યા હતા અને જાણવામાં આવ્યું છે કે 4 શખ્સોએ કર્યું હતું અપહરણવેપારી પંકજ દેસાઈએ પોલીસ સ્ટેશનમાં ફરીયાન નોંધાવી હતી. પોલીસે બાબત પર વધુ તપાસ હાથ ધરી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે વેપારીને લૂંટી અને માર માર્યા પછી અમીરગઢ પાસે ફેંકીને શખ્સો ફરાર થઇ ગયા છે. હાલમાં શખ્સોની શોધખોળ ચાલી રહી છે.

(5:34 pm IST)
  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST