Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જીવથી પણ વહાલી દિકરી હંમેશા સુરક્ષિત રહે તે માટે ‌બોડીગાર્ડ રાખ્યોઃ શરીરે મજબુત બાંધાના પરંતુ ગે હોય તેવા અંગરક્ષક રાખવા કરોડોપતિ માતા-પિતાઓની ડિમાન્ડ

અમદાવાદઃ પોતાની વ્હાઈટ મર્સિડિસ કારમાં અવની (નામ બદલ્યું છે) રોજ સવારે ક્લબ તરફ જવા નીકળે છે ત્યારે આસપાસના લોકો તેને જોતા રહી જાય છે. અવનીના પિતા કરોડપતિ બિઝનેસમેન છે, અને અવની તેમનું એકનું એક સંતાન છે. સ્વાભાવિક છે કે, પોતાની કરોડોની મિલકતની વારસ એવી અવનીની તેના પિતાને હંમેશા વાતની ચિંતા રહ્યા કરતી હોય કે અવની ક્યારેક કોઈ ભૂલ કરી બેસે, કે પછી અવનીને તેની ઉંમરનો કોઈ યુવાન છેતરી જાય.

આમ તો અવની અમદાવાદની સૌથી સારી ગણાતી સ્કૂલમાં ભણી છે. તેના સર્કલમાંથી મોટા ભાગના ફ્રેન્ડ્સ વિદેશમાં ભણી રહ્યા છે, પરંતુ અવનીને તેના મા-બાપે ક્યારેય પોતાનાથી દૂર નથી મોકલી. જીવથી પણ વ્હાલી દીકરી હંમેશા સુરક્ષિત રહે તે માટે પણ તેમણે હંમેશા ધ્યાન રાખ્યું છે, અને અવની માટે એક બોડીગાર્ડ પણ રાખ્યો છે. જોકે, બોડીગાર્ડને પસંદ કરવામાં પણ અવનીના પિતાએ એક વાતની ખાસ કાળજી રાખી છે, અને તે વાત એવી છે કે તે જાણીને કદાચ તમે તેના પર વિશ્વાસ કરવા તૈયાર નહીં થાઓ.

સોશિયલ મીડિયાના જમાનામાં છોકરા-છોકરીઓ જેને ક્યારેય જોયા હોય તેવા લોકોના પ્રેમમાં પડી જતા હોય છે, ત્યારે અવનીની સાથે આખો દિવસ પડછાયાની જેમ રહેતા, અને તેની દરેક વાતનું ધ્યાન રાખતા એવા હેન્ડસમ અને કોઈ મોડેલની માફક ફિટ એવા બોડીગાર્ડથી અવનીને ભૂલે-ચૂકે પણ આકર્ષણ થઈ જાય તે વાત પણ તેના પિતાએ સુનિશ્ચિત કરવાની હતી. હોશિયાર બિઝનેસમેન એવા અવનીના પપ્પાએ તેનો એવો તોડ કાઢ્યો કે હવે અવની તેના બોડીગાર્ડ સાથે આખો દિવસ ગમે ત્યાં ફરે તો પણ તેમને કશીય ચિંતા નથી થતી.

વાત માત્ર અવની જેવી કરોડપતિ છોકરીના બાપની નથી, અમદાવાદમાં અને ગુજરાતના બીજા મોટા શહેરોમાં પણ અબજો રુપિયાના આસામી એવા વેપારીઓ કે ધંધાદારીઓ હવે પોતાના ઘરની વહુ-દીકરીઓ માટે એવા બોડીગાર્ડ રાખી રહ્યા છે કે જેની સાથે તેમના ઘરની ઈજ્જત ગણાતી વહુ-દીકરી સેફ તો રહે , અને તેમની વચ્ચે એવું કોઈ આકર્ષણ ઉભું થાય કે જે તેમની પ્રતિષ્ઠા પર દાગ લગાવનારું સાબિત થાય.

અવનીના પિતા જેવા કરોડો-અબજો રુપિયાના આસામીઓ જ્યારે પોતાના ઘરની વહુ-દીકરી માટે બોડીગાર્ડ રાખવા સિક્યોરિટી એજન્સીનો સંપર્ક કરે છે ત્યારે તેમની પહેલી ડિમાન્ડ હોય છે કે તે બોડીગાર્ડ કે બાઉન્સરને છોકરીઓ પ્રત્યે કોઈ પ્રકારનું જાતિય આકર્ષણ હોય. જી હા, તમે સાચુ સમજ્યા. શરીરે મજબૂત બાંધાના, પણ સ્વભાવે ગે હોય તેવા બોડીગાર્ડની અમદાવાદ જેવા શહેરોમાં વસતા એક વર્ગમાં ખાસ્સી ડિમાન્ડ છે.

બાળકો નાના હોય ત્યાં સુધી તો મા-બાપ તેમની સાથે હંમેશા રહેતા હોય છે, પરંતુ કોલેજમાં આવતા તેઓ પોતાની અલગ સ્પેસ અને ફ્રીડમ ઈચ્છે છે. તેમની સાથે મૂવીઝ, પાર્ટી કે પછી ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ અને ક્લબ કે જિમમાં મા-બાપ માટે જવું શક્ય નથી હોતું. જો મા-બાપ પાછળ-પાછળ ફરે તો તે પણ છોકરીઓ પસંદ નથી કરતી. તેવામાં એક માત્ર ઓપ્શન બોડીગાર્ડ રાખવાનો રહે છે.

અંગે પોતાની ઓળખ જાહેર કરવાની શરતે એક સિક્યોરિટી એજન્સી સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, શહેરના માલેતુજારો પરિવારની છોકરીઓ માટે બોડીગાર્ડ રાખતી વખતે વાતનું ખાસ ધ્યાન રાખતા હોય છે કે તે બોડીગાર્ડ ગે હોય. વાતને સુનિશ્ચિત કરવા માટે બોડીગાર્ડને નોકરીએ રાખતા પહેલા તેનો પોટેન્સી ટેસ્ટ પણ કરાય છે, અને તે નેગેટિવ આવે પછી તેને નોકરીએ રખાય છે.

નવાઈની વાત છે કે, ઘણા કિસ્સામાં તો કરોડપતિ પરિવારની જે યુવતીઓની બોડીગાર્ડ્સ સિક્યોરિટી કરતા હોય છે, તે યુવતીઓને વાતની ખબર નથી હોતી કે તેમની સુરક્ષા કરનારો પુરુષ તો છે, પણમર્દનથી. મોટાભાગના કિસ્સામાં વાત ઘરની છોકરીઓથી છૂપાવવામાં આવતી હોય છે, જેથી તેમને એમ લાગે કે મા-બાપને તેમના ચારિત્ર્ય પર વિશ્વાસ નથી.

એક કરોડપતિ ઘરની યુવતીની સિક્યોરિટીમાં રહેલા એક બોડીગાર્ડે પોતાનું નામ આપવાની શરતે જણાવ્યું હતું કે, તેમને જેમની સિક્યોરિટી કરવાની છે તેમની સાથે કારમાં જવાની અને તે જ્યાં પણ જાય ત્યાં તેની સાથે રહેવાની સૂચના હોય છે, પરંતુ તેઓ તેમની સાથે ખાસ વાતચીત નથી કરી શકતા. એટલું નહીં, તેમને પહેલાથી એવી કડક સૂચના આપેલી હોય છે કે તેમણે વધારે પડતા ફ્રેન્ડલી નથી થવાનું.

પોતે રાખેલો બોડીગાર્ડ ગે છે તેવી ચોક્કસ ખાતરી કર્યા બાદ પણ મોટાભાગના ક્લાયન્ટ કોઈ રિસ્ક લેવા માટે તૈયાર નથી હોતા. તેઓ સમયાંતરે બોડીગાર્ડ બદલતા રહે છે, અને માટે તેમણે સિક્યોરિટી એજન્સી સાથે પહેલાથી ડીલ કરી નાખી હોય છે. તેનો એકમાત્ર હેતુ હોય છે કે કોઈ બોડીગાર્ડ પરિવારની અંગત વાતો જાણી જાય, અને ખાસ તો પરિવારની બહેન-દીકરી કે વહુના વધારે પડતા સંપર્કમાં આવે.

એક સુખી-સંપન્ન પરિવારની દીકરીની સિક્યોરિટીમાં રહેલા એક બોડીગાર્ડે પોતાનું નામ આપવાની શરતે જણાવ્યું હતું કે, તે યુવતીની સિક્યોરિટી કરવાની સાથે તે કોને મળે છે, કઈ રીતે મળે છે અને તેના ફ્રેન્ડ સર્કલમાં કોણ-કોણ છે તે બધી વાતોનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલું નહીં, જો તે યુવતી કોઈની સાથે ક્લોઝ હોય તો તેની તેણે તરત તેના મા-બાપને જાણ કરી દેવાની રહે છે.

(5:17 pm IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST