Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

દાહોદમાં મહિલાએ કોન્સ્ટેબલ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો

દાહોદ: જિલ્લાના એક ટાઉનમાં કોઇ એક મર્ડર કેસમાં એક સ્ત્રીની ધરપકડ કરાઇ હતી. પોલીસ કસ્ટડીમાં રખાયેલી આ સ્ત્રીએ આક્ષેપ કર્યો છે કે એક પોલીસ કોન્સ્ટેબલે તેના પર કસ્ટડીમાં બળાત્કાર કર્યો છે. આટલો ગંભીર આક્ષેપ આ સ્ત્રીએ કર્યો હોવાની જાણ થતાજ લુણાવાડા ટાઉનમાં ચકચાર મચી ગઇ છે અને જાણવા મળતી માહિતી મુજબ લુણાવાડામાં મોડી રાતે ૧૧ વાગ્યાના સુમારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગુપ્ત બેઠક પણ આ અંગે યોજાઇ હતી. આ અત્યંત ગુપ્ત બેઠકમાં મર્ડર કેસની આરોપી એવી આ સ્ત્રીના આક્ષેપ મુજબ કોન્સ્ટેબલ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધવાના મુદ્દે ચર્ચા ચાલી હોવાનું બિન સત્તાવાર રીતે પોલીસ વર્તુળોમાંથી જાણવા મળે છે. આ સમાચાર લખાય છે ત્યારે રાત્રે ૧૧.૧૫ સુધી પોલીસ અધિકારીઓની બેઠક ચાલજ હતી અને કોન્સ્ટેબલ વિરૃધ્ધ હજી સુધી ફરિયાદ નહી નોંધાઇ હોવાનું જાણવા મળે છે.

 

 

(5:10 pm IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST