Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઠાસરા તાલુકાના અકલાચા ગામે 183 ડેટોનેટર સાથે 3ની ધરપકડ કરવામાં આવી

ઠાસરા: તાલુકાના અકલાચા ગામમાં રહેતાં એક ઈસમ માછલી પકડવા માટે વગર પરવાનગીએ ડેટોનેટર તથા સ્ફોટક પદાર્થ રાખતો હોવાની માહિતી ખેડા એલસીબીને મળતાં તેમણે દરોડો પાડી તેમના મકાનમાંથી સ્ફોટક પદાર્થ સાથે ત્રણને ઝડપી પાડ્યા છે. પોલીસે આ પદાર્થનો માત્ર માછલી પકડવા માટે જ ઉપયોગ કરતાં હતાં કે પછી અન્ય પ્રવૃત્તિઓમાં કરતાં હતાં. તે બાબતની તપાસ હાથ ધરી છે. 

 


આ અંગે મળતી માહિતી મુજબ ખેડા એલસીબી ને એવી બાતમી મળી હતી કે અકલાચામાં રહેતાં વિષ્ણુભાઈ ઉર્ફે ગાંધી ચંદુભાઈ પરમાર પોતાના મકાનમાં ગેરકાયદેસર ઈલેક્ટ્રીક ડેટોનેટર અને સ્ફોટક પદાર્થ (ટોટાં) રાખે છે. જેથી પોલીસે દરોડો પાડતાં તેમના મકાનમાંથી જર્મન જેવા ધાતુની બનાવટની ઈલેક્ટ્રીક ડેટોનેટર નં-૭૪ કિંમત રૂ.૭૪૦ ની તેમજ એલ્યુમિનીયમની નાની પીનથી ફીટ કરેલ સ્ફોટક પદાર્થ (ટોટાં) નં-૧૦૯ જેની કિંમત રૂ.૧૦૯૦ મળી કુલ રૂ.૧૮૩૦ નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો. આ પદાર્થનો ઉપયોગ તેઓ માછલી પકડવા માટે કરતાં હોવાની કબુલાત કરી હતી. તેથી તેમની સામે ડાકોર પોલીસમાં ગુનો દાખલ કર્યો છે. 

(5:09 pm IST)