Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નડિયાદ ડિવિઝનલ સ્ક્વોડે વસોની હદમાં લઇ જવાતો 600 લીટર દારૂનો જથ્થો ઝડપ્યો

નડિયાદ :ડિવીઝનલ સ્ક્વોર્ડે વસો પોલીસ મથકની હદમાં આવેલા દંતાલી ગામની સીમમાં નેશનલ હાઈવે નં ૮ ઉપરથી પસાર થતી એક હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી રૂ.૬૦૦૦ ની કિંમતનો ૩૦૦ લિટર દેશી દારૂ તેમજ નડિયાદ રૂરલ પોલીસની હદમાં આવેલા વીણા પાટીયા પાસેથી આઈ ટ્વેન્ટી ગાડીમાં લઈ જવાતાં દેશી દારૂને ઝડપી પાડી દેશી દારૂની હેરાફેરી નાબુદ કરવા અભિયાન હાથ ધર્યું છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ ડિવીઝનલ સ્કવોર્ડની ટીમને એવી માહિતી મળી હતી કે નડિયાદમાં ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતાં સંજયભાઈ બાબુભાઈ તળપદા એક ભુરા કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી નં એમએચ ૪૩ બીજી ૭૯૩૮ માં દેશી દારૂ ભરી ભૂમેલ તરફથી અમદાવાદ જવા માટે નીકળેલ છે. જેના આધારે નડિયાદ ડિવીઝનલ સ્કવોર્ડની ટીમ દંતાલી ગામની સીમમાં આવેલ જલારામ રાઈસમીલ નજીક નેશનલ હાઈવે નં ૮ રોડ ઉપર ઓવરબ્રીજના છેડે વોચમાં ઉભા હતાં. તે દરમિયાન હ્યુન્ડાઈ ક્રેટા ગાડી આવતાં પોલીસની ટીમે ગાડી સાઈડમાં ઉભી રાખવા ઈશારો કરતાં હ્યુન્ડાઈ ગાડીનો ચાલક તેની ગાડી રોડ વચ્ચે ઉભી કરી ખેતર તરફ નાસી ગયો હતો. જે સંજયભાઈ હોવાની ઓળખ થતાં પોલીસની ટીમ દ્વારા નામજોગ બુમો પાડી ઉભા રહેવા જણાવ્યું હતું છતાં તે અંધારાનો લાભ લઈ ખેતરાળ રસ્તે નાસી છુટવામાં સફળ થયો હતો. 

(5:09 pm IST)