Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નડિયાદ નજીક સલુણ પાસે રિવર્સ થતી ટ્રક એસટી સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એકને ગંભીર ઇજા

નડિયાદ-ડાકોર રોડ પર સલુણ નજીક આવેલા એક્સપ્રેસ વે ઓવરબ્રીજના ઢાળ પર ગત તારીખ ૮-૮-૧૮ ના રોજ એક ટ્રક નં જીજે ૦૬ એયુ ૪૭૩૮ના ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈપૂર્વક રિવર્સ લઈ રહ્યો હતો. જે દરમિયાન પાછળ ઉભેલી એક એસ.ટી બસ નં જીજે ૧૬ ઝેડ ૦૪૮૧ ને ટક્કર વાગી હતી. ટ્રકની ટક્કર વાગવાથી બસમાં સવાર પીઠાભાઈ રાણાભાઈ ડાકીને પગમાં ઈજા થઈ હતી. 

આ બનાવ અંગે ગીરસોમનાથ જિલ્લાના માલજી જંવામાં રહેતાં પીઠાભાઈ રાણાભાઈ ડાકીની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:08 pm IST)