Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

પેટલાદના ભારેલમાં રસ્તા બાબતે દંપતી સાથે ઝઘડો કરી મારામારી થતા ગુનો દાખલ

પેટલાદ:તાલુકાના ભારેલ ગામે રસ્તા બાબતે દંપતી સાથે ઝઘડો કરીને બે શખ્સોએ માર મારીને હાથ મચકોડી નાંખીને ફેક્ચર કરી નાંખતા આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ભારેલ જુની શાળા પાછળ રહેતા કાન્તીભાઈ ભીખાભાઈ રાઠોડ ગત ૧૭મી તારીખના રોજ પોતાની પત્ની ગીતાબેનને બાઈક પર બેસાડીને ખેતરમા ંજવા માટે નીકળ્યા હતા જ્યાં રસ્તામાં ધર્મેન્દ્રભાઈ ઉર્ફે સ્વામી મણીભાઈ પટેલે ટ્રક આડી મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો જેથી ધર્મેન્દ્રભાઈને રસ્તો કેમ બંધ કરી દીધો છે, તેમ જણાવીને ટ્રક સાઈડમાં મૂકવાનું કહેતા જ ધર્મેન્દ્રભાઈ અને વિશાલ ઉર્ફે બન્ટી પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને ધર્મેન્દ્રભાઈએ મુક્કાઓ મારીને ગડદાપાટુનો માર માર્યો હતો જ્યારે બન્ટી પટેલે હાથ મચકોડી નાંખ્યો હતો. ગીતાબેન વચ્ચે પડતાં તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. હાથ મચકોડી નાંખતા ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. 

(5:08 pm IST)