Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઈન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્સ્ટેસ્ટીનલ એન્ડો સર્જન્સ દ્વારા ૩ દિવસનો પ્રોગ્રામ

અમદાવાદઃ ઈન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્સ્ટેસ્ટીનલ એન્ડો સર્જન્સ (આઈએસઈજી)ના ઉપક્રમે એશિયન બેરિયાટ્રીક દ્વારા અમદાવાદમાં એડવાન્સ્ડ લેપ્રોસ્કેપિક સર્જરી બેરીયાટ્રીકના ત્રીજા ફેલોશિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્રણી બેરીયાટ્રીક સર્જન અને ઓર્ગેનાઈઝીંગ ચેરમેન ડો.મહેન્દ્ર નારવરીયા અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો.સંજય પાટોલીયા આ ૩ દિવસના સમારંભમાં પોતાની નિપુણતા વડે પ્રોગ્રામનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.

અંદાજે ૫૦ જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફેકલ્ટી આ ૩ દિવસના સમારંભમાં હાજરી આપશે. સમારંભમાં સેમિનારો, પેનલ ચર્ચાઓ અને પરામર્શનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો ફેલોશિપ કોર્સ બેરીયાટ્રીક સર્જરીને લગતા વિષયોને આવરી લેશે. ડો.મહેન્દ્ર નારવરીયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ફેલોશિપ કાર્યક્રમનું આયોજન કરવું તે અમારા માટે ખુબ જ ગૌરવની બાબત છે. છેલ્લા થોડાક વર્ષમાં બેરીયાટ્રીક સર્જરીની આવશ્યકતા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને તેની માંગ પણ વધી છે. બેરીયાટ્રીક સર્જરી માટેના અનેક કેન્દ્રો ખુલી રહ્યા છે. ત્યારે અમારી મુખ્ય નિસ્બત દર્દીઓની સલામતી અંગે છે. ફેલોશિપ કોર્સના આયોજન પાછળનો ઉદ્દેશએ છે કે જે કોઈ ફેલોશિપ પ્રોગ્રામમાં હાજરી આપે તેને અમારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો પાસેથી વર્કશોપ જેવા કાર્યક્રમો દ્વારા તાલિમ પ્રાપ્ત કરે જેથી તે દર્દીઓની સલામતિ બાબતે વધુ ધ્યાન આપવાનું શિખી શકે અને એ દ્વારા વધુ બહેતર કામગીરી કરી શકે. (૩૦.૯)

(3:50 pm IST)