Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વિરમગામ તાલુકા કોંગ્રેસના કાર્યકરોની કારોબારી બેઠક યોજાઈ :નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

વિરમગામ તાલુકા કોંગ્રેસના કાર્યકરોની કારોબારી બેઠક રેસ્ટ હાઉસ ખાતે યોજાઇ હતી. જેમા વિરમગામના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, વિરમગામ દેવેન્દ્રભાઇ સિંઘવ, જિલ્લા સદસ્ય નટુજી ઠાકોર, જગદીશ પટેલ, મહિલા પ્રમુખ સ્વાતિ પરીખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંગઠનને મજબૂત બનાવવા અને આગામી શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત માહીતી આપવામાં આવી હતી.

 

(1:22 pm IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST