News of Saturday, 11th August 2018

અમદાવાદમાં ડીઆરઆઇ ત્રાટકયું

આઇટીની રેડ દરમિયાન ૭૮૦ કરોડના હિસાબો બહાર આવ્યા : ૩૫ કિલો કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે લીધો : હોંગકોંગથી આયાત કરી ઓછી કિંમતે નિકાસ ?! : જયપુરના ૩ કસ્ટમ્સ હાઉસ એજન્ટોને ત્યાં પણ આઇટી ત્રાટકયું

અમદાવાદ તા. ૧૧ : અમદાવાદના ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ મંગળવાર અને બુધવારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી મહેતા ફાઈનાન્સ અને સિદ્ઘિ ફાઈનાન્સની ઓફિસો પર દરોડા પાડીને અંદાજે ૩૫ કિલો જેટલા કિંમતી અને અર્ધકિંમતી (પ્રેશિયસ અને સેમિ પ્રેશિયલ પથ્થરોનો જથ્થો કબજે કર્યો છે. આ કિંમતી પથ્થરોની ઊંચી કિંમત ચૂકવીને હોંગકોંગથી આયાત કરીને ફરીથી હોંગકોંગ જ તેની ઓછી કિંમતે નિકાસ કરી દેવામાં આવતી હતી. આ રીતે બિનહિસાબી નાણું વિદેશ મોકલી આપવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

 

આ પથ્થરોની ઊંચી કિંમતે આયાત કરીને તથા તે જ પથ્થરોને નવેસરથી ઓછી કિંમતે નિકાસ કરીને આ ફાઈનાન્સ કંપનીઓએ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં અંદાજે રૂ. ૭૮૦ કરોડથી વધુ રકમના ટર્નઓવર કરીને રૂ. ૬૦૦ કરોડથી વધુ બિનહિસાબી રકમ મોકલી દેવાનું કૌભાંડ આચર્યું હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર ખૂલ્યું હોવાનું અમદાવાદના અખબારોમાં પ્રસિધ્ધ થયું છે.

રોહિત મહેતાની માલિકીની આ કંપનીઓ પર આવકવેરા ખાતાએ પણ દરોડા પાડયા છે. આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવેલી વિગતોને ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને સોંપી દેવામાં આવી હતી. તેને આધારે આવકવેરા ખાતાએ દરોડા પાડયા છે. આ કૌભાંડમાં જયપુરના ત્રણ કસ્ટમ્સ હાઉસ એજન્ટની પણ સંડોવણી હોવાનું બહાર આવતા આવકવેરા ખાતાએ તેમને ત્યાં પણ દરોડા પાડયા હતા.

તેમાંથી એક એસ.કે. નેહરાના નામે સક્રિય હતો. તદુપરાંત એન્ટાયર લોજિસ્ટિક નામની કંપની અને મહાચંદ પન્નાલાલ એન્ડ સન્સ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જયપુર ઉપરાંત દિલ્હીમાં પણ તેમની ઓફિસ હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે.

આ કસ્ટમ્સ હાઉસ એજન્ટમાં અજેન્દ્ર મનહર સોની અને મનહર સોનીનો સમાવેશ થાય છે. તેમણે ઊંચી કિંમતે કિંમતી પથ્થરોની આયાત કરી હોવાનું અને ફરીથી તે જ પથ્થરો ઓછી કિંમતે નિકાસ કરીને આયાતનિકાસની સાઈકલ ચલાવી હોવાની કબૂલાત પણ કરી લીધી હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું માનવું હોવાનું પણ પ્રસિધ્ધ થયું છે.(૨૧.૧૪)

 

(12:58 pm IST)
  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • મોરબી રોડ ચેકપોસ્ટ પાસે ડમ્પરે એકટીવાને ઠોકર મારતા દેરાણી-જેઠાણીના મોત: બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડુભા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો access_time 4:35 pm IST