Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જારી:15 ઓગસ્ટને લઈને કરાયું હાઇ એલર્ટ:મુસાફરોને ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી બંધ

VVIPના પાસ ઇસ્યુ કરવાનું બંધ કરાયું :20મીની રાત્રે 12 વાગ્યા સુધી પ્રવેશ અપાશે નહીં

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયું છે. મળતી માહિતી મુજબ, 15મી ઓગષ્ટે આતંકી ઘટનાને ધ્યાને રાખતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટનાં પગલે મુસાફરોને ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ સાથે જ VVIPનાં પાસ પણ ઈશ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

  આ એલર્ટ આગામી 20 ઓગષ્ટ સુધી યથાવત રાખવામાં આવશે. એરપોર્ટ પર આવનાર મુસાફરોનું પણ બે વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે. તેમજ એરપોર્ટ પર CISF દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે.

  એક તરફ દેશનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દેશના કેટલાક સ્થળો પર તો આતંકી હુમલાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટર્મિનલની મુલાકાતે આવતા લોકોની એન્ટ્રી પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવેલ છે.

 

(12:11 pm IST)