Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

હાર્દિક પટેલ 'સભા યોજવા મંજૂરી' લેવા આવ્યો ને પોલીસે રૂ. ૬૦૦નો મેમો આપ્યો!

CP ઓફિસમાં સરકાર અને પોલીસની ત્રણ ગાડીને પણ દંડ અપાયોઃ હાર્દિક પટેલની ફોર્ચ્યુનરને કાળા કાચ અને ડ્રાઇવરને સીટબેલ્ટ વગર દંડ

અમદાવાદ તા. ૧૧ : પાટીદાર આંદોલન દરમિયાન GMDC ગ્રાઉન્ડ સમરાંગણમાં ફેરવાયાની 'વરસી'એ 'પાસ' વતી હાર્દિક પટેલે સભાનું આયોજન કર્યું છે. આ સભાની મંજૂરી મેળવવા હાર્દિક પટેલ પોલીસ કમિશનર એ.કે. સિંઘને મળ્યા હતા. સીપીએ સભા સ્થળની મંજૂરીના પત્ર સાથે અરજી કરવામાં આવશે તે પછી વિચારણા કરવાની ખાતરી આપતાં હાર્દિક પટેલ મિનિટોમાંથી રવાના થયો હતો. એ દરમિયાન હાર્દિક પટેલ જેમાં ફરે છે તે ફોર્ચ્યુનર કારમાં કાળા કાચ અને હોવાથી અને ચાલક આશિષ પટેલે સીટ બેલ્ટ લગાવ્યો ન હોવાથી રૂ. ૬૦૦નો દંડ ફટકારાયો હતો.

'કાયદો સૌ માટે સરખો'એ નાતે હાર્દિકની કારનો દંડ વસૂલનારા ટ્રાફિક પીઆઇ કે.ડી. નકૂમે ગુજરાત સરકારની એક કારને ડ્ડ ૬૦૦ ઉપરાંત શહેર પોલીસની એક કાર અને PSIની ખાનગી કાર સીટ બેલ્ટ વગરની જણાતાં રૂ. ૧૦૦નો મેમો ફટકારી હાજર દંડ વસૂલ્યો હતો.

શહેરમાં ટ્રાફિક પોલીસની ઝુંબેશમાંથી ધારાસભ્ય રાકેશ પટેલ પછી પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ બાકાત રહ્યાં નહીં હોવાની બાબત ચર્ચામાં છે. આજે પોલીસ કમિશનર ઓફિસમાં હાર્દિક પટેલની કારના ચાલક દંડાતા એવી ચર્ચા હતી કે, સભાની મંજૂરી લેવા ગયેલા હાર્દિક પટેલને પોલીસે મેમો પકડાવ્યો છે! (૨૧.૩)

મ્યુનિ. કમિશનરને મળી હાર્દિકની 'પાસ' વતી પ્લોટ માગતી અરજી

પોલીસ કમિશનરને મળ્યાં પછી હાર્દિક પટેલ મ્યુનિ.કમિશનર વિજય નેહરા પાસે પહોંચ્યો હતો અને પ્લોટ ફાળવવા રજૂઆત કરી હતી. વાતચીત પછી સભા માટે પ્લોટ ફાળવવા 'પાસ' વતી પ્રથમ વખત સત્ત્।ાવાર રીતે પ્લોટની માગણી કરી હતી. સૂત્રોએ ઉમેર્યું કે, સામાજિક સંમેલન, ચિંતન શિબિર, સંતોનું માર્ગદર્શન, ભજન સંધ્યા જેવા કાર્યક્રમો દર્શાવીને નિકોલનો પ્લોટ ૧૫ દિવસ ભાડે આપવા અલગ-અલગ નામે માગણી કરાઈ હતી.

(10:31 am IST)