Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

હવે ખેડૂતોએ ખુદ મગફળીની રખેવાળી કરવી જોઈએ : હર્ષદ રીબડીયા

હવે ખેડૂતોએ  ખુદ મગફળીની રખેવાળી કરવી જોઈએ : હર્ષદ રીબડીયા

 

મગફળીમાં માટી કાંડ મામલે ગુજરાત પ્રદેશ કિશાન સેલના અધ્યક્ષ હર્ષદ રીબડીયાએ  સરકાર પર આક્ષેપ કર્યા છે. હર્ષદ રીબડીયાએ જણાવ્યુ કે, ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં માટી-કાંકરા ભેળવી ગોડાઉનમાં રાખવામાં આવી છે તે મગફળીનું રખોપુ ખેડૂતો કરે. ખેડૂતો ધ્યાન રાખે કે, મગફળી સાથે ભેળવવામાં આવેલી માટી અને કાંકરા પગ કરી ન જાય.

(9:10 am IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST