News of Saturday, 11th August 2018

પાટણ પંથકમાં મેઘરાજાને રીઝવવા હવે મહિલાઓ દ્વારા ઢુંઢીયા બાપજીની આરાઘના

બાલિકા માથે માટીના ઢુંઢીયા બાપજીની પ્રતિમા બનાવીને ઘેર-ઘેર ફરે છે: પ્રતિમા પર પાણી નાખવાનું કહે છે.

પાટણ :મેઘરાજાના રિસામણાથી પાટણ પંથકમાં  મેઘરાજાને મનાવવા હવે હવન,યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો તરફ વળ્યા છે.બીજીતરફ પાટણની આસપાસના ગામોમા વરસાદની સ્થિતી જોતા નગરની મહિલાઓ ઢુંઢીયા બાપજીની આરાઘના તરફ વળી છે.

 આ વિધીમા બાલિકાને માથે માટીના ઢુંઢીયા બાપજીની પ્રતિમા બનાવીને ઘેર-ઘેર ફરે છે. તે ઘરની મહિલાઓને તે પ્રતિમા પર પાણી નાખવાનું કહે છે. અને બાલિકો તથા મહિલાઓ બાપજીની રચના એકસૂરે ગાઇને તેમની દયા વરસાવવાની અરજ કરે છે. આમ ભકિતભાવ સાથે પરંપરા જીવંત રહે છે

(11:05 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST