Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

બેટી બચાવો,બેટી પઢાવો યોજનામાં કચ્છનો સમાવેશ ટાસ્કફોર્સ સમિતિની રચના - એક્શન પ્લાનને મંજૂરી

 

કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો (બીબીબીપી) યોજનામાં રાજયના પ્રથમ તબક્કામાં નવ જિલ્લાની પસંદગી બાદ બીજા તબક્કામાં પસંદ કરાયેલા ૧૩ જિલ્લામાં કચ્છનો સમાવેશ કરાયો છે.કચ્છમાં જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની રચના સાથે બીબીબીપી(બેટી બચાવો, બેટી પઢાવો) એકશન પ્લાન ૨૦૧૮-૧૯ની મંજૂરી આપવામાં આવી છે.

 બાળ વિકાસ મંત્રાલયની બેટી બચાવો, બેટી પઢાવો યોજનામાં ૨૦૧૫માં પ્રથમ તબક્કે રાજયના નવ જિલ્લાઓ જયારે ૨૦૧૮માં બીજા તબક્કે ૧૩ જિલ્લામાં કચ્છનો સમાવેશ કરાયો છે. યોજનાનો હેતુ જાતિની પસંદગી આધારિત જન્મને અટકાવવી, દીકરીનું જીવન અને સુરક્ષા સુનિશ્ચિત કરવી,દીકરીનાં શિક્ષણ અને સહભાગિતા સુનિશ્ચિત કરવી જેવાં યોજનાના મહત્વના કાર્યક્ષેત્રો નકકી કરાયાં છે.

  આ ટાસ્કફોર્સ કમિટિનું માળખું ઘડાયું છે જેમાં જિલ્લા ટાસ્કફોર્સ કમિટિમાં ઉપાધ્યક્ષ ડીડીઓ, સભ્ય સચિવ પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ તેમજ સભ્યો તરીકે એસપી, ડીઇઓ, ડીપીઇઓ,સીડીએચઓ, ડાયરેકટર ડીઆરડીએ, જિલ્લા માહિતી અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, એનજીઓ પ્રતિનિધિ સહિત જેન્ડર રિસોર્સ સેન્ટર અમદાવાદ(એનજીઓ)ના પ્રતિનિધિ આમંત્રિત તરીકે સામેલ કરવામાં આવ્યાં છે.

   જિલ્લા ટાસ્કફોર્સ કમિટિ માટે ૫૦ લાખની વાર્ષિક નાણાંકીય જોગવાઇ કરાઇ હોવાનું બેઠકમાં જણાવાયું હતું. પીસી-પીએનડીટી કાયદાનું અમલીકરણ કરાવવા મોનીટરીંગ, રીપોર્ટીંગ તેમજ પોલીસ વિભાગને સાથે રાખીને સ્ટીંગ ઓપરેશન સ્ટ્રેટેજી બનાવવા તેમજ ડોકટર્સ સાથે વર્ષમાં બે વખત સંવેદનશીલતા કાર્યક્રમ યોજવા બાબતે જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિર્દેશો આપ્યાં હતાં.

   જિલ્લા કલેકટરે તબીબ દ્વારા ગર્ભની જાતી પરીક્ષણ કર્યાની જાણકારી મળે અથવા કોઇ મહિલાએ જાતી પરીક્ષણ કરાવ્યાની જાણકારી મળે તો માહિતી આપવા જાહેર અપીલ કરીને ગેરકાયદેસર પ્રવૃતિ કરનારને ઓળખી સજા કરવામાં મદદરૂપ બનશે. માહિતી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.

(12:24 am IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST