Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ગોધરાની જૂની મામલતદાર કચેરીમાંથી બિનવારસી ચૂંટણી કાર્ડ મળતા ચકચાર

આધારકાર્ડ અને રેશનકાર્ડ સહીતના દસ્તાવેજો બીનવારસી હાલતમાં મળી આવ્યાં

ગોધરામાં જૂની મામલતદાર કચેરીમાંથી બિનવારસી હાલતમાં ચૂંટણી કાર્ડ મળી આવતા વહીવટી તંત્રની બેદરકારી બહાર આવતાની સાથે ચકચાર મચી જવા પામી છે મામલતદાર કચેરીમાંથી માત્ર ચૂંટણીકાર્ડ જ નહીં પરંતુ આધારકાર્ડ અને રેશનકાર્ડ સહીતના દસ્તાવેજો બીનવારસી હાલતમાં મળી આવ્યાં છે.

  ગોધરામાં ચૂંટણી કાર્ડ સહિત દસ્તાવેજ મળી આવ્યા હોવાની ઘટના પહેલીવાર નથી બની પરંતુ આ પહેલા પણ મહત્વના દસ્તાવેજો પણ કચેરીના કાટમાળમાંથી મળી આવ્યા હતા.

(5:55 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST