Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વલસાડ જિલ્લા એલસીબી સિવીલ હોસિપટલ કેન્ડીનમાં દરોડો : હજારો રૂપિયાની કિમંતની દારૂની બોટલો પકડી

એક મહિલા સહીત બે ની ધરપકડ : ત્રીજાને વોન્ટેડ જાહેર કરાયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શનથી વલસાડ જિલ્લા એલસીબી પીઆઈની ટીમ પીએસઆઈ રાઠોડ તેમજ એસ.ઓ.જી પીએસઆઈ એન.ટી.પુરાણી તેમજ પોલીસ જવાનો આજે વલસાડ સીવીલની કેન્ટીનમાં ત્રાટક્યા હતા અને દારૂ પકડ્યો હતો

  વિગત એવી છે કે  વલસાડ એલસીબી અને એસ.ઓ.જી પોલીસે વલસાડની સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં રેડ કરી રસોડામાં ચાર પ્લાસ્ટિકની કોથલીઓમાં મુકેલા રૂ.64000ની કિંમતની દારૂની 80 બોટલો કબ્જે કરી હતી.પોલીસે ઘટના અંગે આશીસ રસિકભાઈ ઠાકર (રહે.પાલીહિલ,તિથલ રોડ,વલસાડ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.જ્યારે શ્યામ ભાઈ પાંડુરંગ ઠાકુર (રહે.હાલે કેન્ટીનમાં મૂળ રહે.જલગાવ )અને ઉષાબેન બાલુ ભાઈ ત્રબક ભાઈ ઠાકુરે (રહે.હાલે કેન્ટીન મૂળ રહે.જોલવા રેસિડનસી,જોલવા ગામ,પ્લસણા ) ની ધરપકડ કરી હતી.સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી દારૂ મળવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી.

(9:41 pm IST)