Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ચેમ્બરમાં હવે ઈ-વોટિંગથી મતદાનની વ્યવસ્થા ગોઠવાશે

ત્રણ સભ્યો દ્વારા તેનો વિરોધ કરાયો : પ્રતિષ્ઠિત સંસ્થાના સ્થગિત ચૂંટણી ૫મી સપ્ટેમ્બરે યોજશે, ઈ-વોટિંગ પર ઈ-વોટિંગ પર એપેક્ષ કમિટિમાં નિર્ણય થશે

અમદાવાદ, તા. ૧૧ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એક્ઝિક્યુટિવ કમિટીની મળેલી બેઠકમાં ચેમ્બરની ચૂંટણી ૫મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના કહેરને લઈને જે મતદારો મતદાન કરવા માટે આવી શકે નહીં તેમને વોટિંગ દ્વારા મત આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જો કે મિટિંગમાં ભાવેશ લાખાણી ,અશોક પટેલ તથા કૈલાશ ગઢવીએ વોટીંગની બંધારણમાં જોગવાઈ નહીં હોવાથી તેનો વિરોધ નોંધાવ્યો હતો. હવે સમગ્ર વિવાદ ચેમ્બરની એપેક્ષ કમિટી સમક્ષ રજૂ કરાશે અને એપેક્ષ કમિટીના સૂચન મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

ચેમ્બરના હોદ્દેદાર હોવું વેપારી આલમમાં એક પ્રતિષ્ઠિત સ્થાન છે અને તેના લીધે ઘણા કામ પણ થઇ જતા હોય છે માટે ચેમ્બરની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ચેમ્બરની ચૂંટણી ૧૧મી જુલાઇના રોજ યોજાવાની હતી પરંતુ કોરોના નું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે જેને કારણે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો  હતો. જે આદેશને પગલે ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. દરમિયાન ચેમ્બરની એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં ચૂંટણીની નવી તારીખ ૫મી સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી છે. સાથે સાથે હોદ્દેદારોો દ્વારા કોરોના ને લઈને બહારના મતદારો મતદાન કરવા અમદાવાદ આવી શકેે નહીં તેવી સંભાવના હોવાને કારણે બેલેટ પેપરથી મતદાન કરવાની સાથે સાથે વોટીંગ નો પણ વિકલ્પપ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કોઈ મતદાર ઘરે બેસીને ઈવોટિંગ દ્વારા પોતાનો મત આપી શકશે. જોકે મુદ્દે વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ભાવેશ લાખાણી તથા અશોક પટેલએ વિરોધ નોંધાવ્યો હતો તેમની સાથે ચેમ્બરના સભ્ય કૈલાસ ગઢવીએ પણ ચેમ્બરના બંધારણમાં -વોટિંગની જોગવાઈ નહીં હોવાથી તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.

  ત્રણ સભ્યો દ્વારા ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ચેમ્બરનો વહીવટ હસ્તગત કરી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેમણે જે તે હોદ્દેદારોની ટીમ પૂરી થઈ હોય તેમને પણ હોદ્દો છોડવા માટેની માગણી કરી હતી. પોતાના મળતિયાઓને સાચવવા માટે ચોક્કસ માણસો ચૂંટણી કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જોકે સભ્યોના વિરોધ અંગે ચેમ્બરના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું હતું કે એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં થયેલી ચર્ચા અને સૂચનો અંગેનો રિપોર્ટ ચેમ્બરની એપેક્ષ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેના સૂચન મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

(7:41 pm IST)