Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં પૂજા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ઓચિંતી તપાસ:સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું

બનાસકાંઠા:જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ પૂજા હોસ્પિટલમાં ગત સાંજે આરોગ્ય વિભાગે ઓચિંતી તપાસ કરતા આ હોસ્પિટલમાં મુકવામાં આવેલ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરી તેનું રજીસ્ટર નિભાવવાનું ન હોવાથી આરોગ્ય તંત્રએ તેને  સીલ માર્યું હતું.

આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારી હરિયાની સાથે ધાનેરા આરોગ્ય અધિકારી પી.એમ.ચૌધરી ધાનેરા શહેરમાં આવેલ પૂજા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.તબીબ જે સોનોગ્રાફી મશીન તબીબી બાબતે ઉપયોગમાં લે છે તે બાબતેનું કોઈપણ જાતનું રજિસ્ટ્રેશન ના મળતા આરોગ્ય અધિકારીએ કાયદેસરની કાર્યવાહી હતી. નિયમોને આધીન સોનોગ્રાફી મશીન ધરાવતા હોસ્પિટલ એ કે તબીબ એ જે પણ દર્દીની આરોગ્ય તપાસ સોનોગ્રાફી મશીન દ્વારા કરવામાં આવતી હોય એ દર્દીના નામ સાથેની તમામ યાદી ધરાવતું રજીસ્ટ્રેશન કરવું જરૃરી બને છે. સાથે અન્ય કોઈ નોંધણી કે દસ્તાવેજ ના મળતા આરોગ્ય અધિકારી દ્વારા ૧૯૯૪ની એક્ટ પી.સી.પી. એન.ડી.ટી. પ્રમાણે હોસ્પિટલને નોટિસ આપી સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું છે.

(6:24 pm IST)