Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

આણંદ શહેરની બોરસદ ચોકડી નજીક રેલવે ફાટક પાસે તંત્રદ્વારા રેલવે લાઈનની આસપાસ પથરાયેલ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

આણંદ:શહેરની બોરસદ ચોકડી નજીક આવેલ રેલ્વે ફાટક પાસે આજે રેલ્વે તંત્ર દ્વારા રેલ્વે લાઈનની આસપાસ પથરાયેલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. છેલ્લા ઘણાં સમયથી દબાણકર્તાઓ દ્વારા રેલ્વે લાઈનની નજીક ઝુપડા બાંધી તેમજ માલસામાન ગોઠવી દબાણ કરાયુ હતુ. અવાર-નવારની નોટિસો પાઠવવા છતાં દબાણકર્તાઓ ટસના મસ ન થતા આજે રેલ્વે તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરની બોરસદ ચોકડીએ આવેલ આણંદ-ખંભાત રેલ્વે લાઈન ઉપરના ફાટક પાસે છેલ્લા ઘણાં વર્ષોથી દબાણકર્તાઓ દ્વારા રેલ્વે લાઈનની આસપાસમાં દબાણો કરવામાં આવ્યા હતા. વર્ષો અગાઉ ઝુપડપટ્ટીરૃપે ફેલાયેલ આ દબાણો રેલ્વે લાઈનની નજીક આવી ગયા હતા.

(6:18 pm IST)