Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતના કપોદ્રામાં અગાઉ મારામારીના બનાવમાં ટેમ્પો કારમાં તોડફોડ કરી 3 લાખનું નુકશાન કરનાર 6 શખ્સની ધરપકડ

સુરત: શહેરના કાપોદ્રા નાના વરાછા નવદુર્ગા સોસાયટીમાં 10 દિવસ અગાઉ પશુપાલક તેના મોટા ભાઈ-મિત્ર સાથે બેસેલા હતા ત્યારે તેમના બીજા મોટા ભાઈ સાથે અગાઉ મારામારી કરનાર ભરવાડના 15 થી 20 માણસો પાંચ મોયટરસાયક્લ ઉપર અને રીક્ષામાં તલવાર, લોખંડની પાઇપ સાથે આવ્યા હતા અને પશુપાલકના ઘરના પાછળના ભાગે પાર્ક કરેલી તેની કાર ઉપરાંત અન્ય બે કાર અને ટેમ્પોમાં તોડફોડ કરી રૂ.3 લાખનું નુકશાન કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવમાં કાપોદ્રા પોલીસે ગતરોજ છ હુમલાખોરોની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કાપોદ્રા નાના વરાછા ચોપાટીની બાજુમાં નવદુર્ગા સોસાયટી મકાન નં.4 માં રહેતા 29 વર્ષીય પશુપાલક રત્નાભાઇ રાણાભાઇ ચાવડા ગત 1 જુલાઈની બપોરે એક વાગ્યાના અરસામાં મોટા ભાઈ હનુભાઈ કામ અર્થે બહાર ગયા હોય બીજા મોટા ભાઈ ભોળાભાઇ તથા મિત્ર રાજ શાહ સાથે ઘરે બેસેલા હતા ત્યારે ઘરના પાછળના ભાગે તેમણે તથા સોસાયટીના રહીશોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા.

(6:13 pm IST)